Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?
વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા વર્ષ 2023 તકેદારી આયોગના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. ભ્રષ્ટ્રાચાર અને ગેરરીતિ કરવામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નંબર 1.. આ વિભાગની 2 હજાર 170 ફરિયાદો મળી. બીજા નંબરે મહેસૂલ વિભાગની 1 હજાર 849 ફરિયાદ તકેદારી આયોગને મળી. ત્રીજા નંબરે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસની 1 હજાર 418 ફરિયાદ મળી. ચોથા નંબરે ગૃહ વિભાગની 1241 ફરિયાદ મળી. શિક્ષણ વિભાગની 596, માર્ગ અને મકાન વિભાગની 486. ઉદ્યોગ અને ખાણ વિભાગની 378. સામાન્ય વહીવટ વિભાગની 360. પાણી પુરવઠા વિભાગની 385 ફરિયાદો મળી.
તકેદારી આયોગે કુલ 361 કર્મચારી-અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવા સરકારને ભલામણ કરી. 24 કેસમાં ગુનો થયાનું પ્રતિપાદિત ફોજદારી કાર્યવાહીની ભલામણ કરાઈ. 198 કર્મચારી-અધિકારીઓને સામે ભારે શિક્ષાની કાર્યવાહી. 35 કર્મચારી-અધિકારી સામે નાની શિક્ષાની. 38 કર્મચારી-અધિકારી સામે પેન્શન કાપની. 66 કર્મચારી-અધિકારી સામે અન્ય કાર્યવાહીની ભલામણ કરાઈ.





















