Hun To Bolish : હું તો બોલીશ : 27 દિવસ બાદ સફળતા
ગંભીરા બ્રિજ પરથી 27 દિવસ બાદ ટેન્કર ઉતારવામાં આવ્યું. 2 કેપ્સુલની મદદથી ટેન્કરને ઉંચું કરી દોરડાથી બ્રિજ પર ખેંચાયું. પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે બ્રિજ પર ફસાયેલા કેમિકલના ટેન્કરને ઉતાર્યું. છેલ્લા બે દિવસથી કંપનીના 50થી વધુ કર્મચારીઓ આધુનિક ટેકનોલોજીની મદદથી ઓછા ખર્ચે ટેન્કર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. પહેલા એર બલૂનથી ટેન્કર ઉતારવાનો પ્લાન હતો. પરંતુ તે વધુ ખર્ચાળ હોવાથી અને જોખમ હોવાથી તેનો ઉપયોગ ન કરાયો. અને દરિયામાં વહાણ સહિત સાધનોને બહાર કાઢવા માટે વપરાતા આધુનિક સાધનોની મદદથી એર લિફ્ટીંગ રોલર બેગનો ઉપયોગ કરીને મોટી ક્રેઈનની મદદથી ટેન્કર બહાર કાઢવામાં આવ્યું. આ માટે 4 ડ્રોનની મદદથી વીડિયો રેકોર્ડિંગ સાથે રજેરજની માહિતી ઉપર ધ્યાન રાખવામાં આવ્યું.





















