Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
ઉત્તરાયણના આડે અઠવાડિયું બચ્યું નથી...માંજા અને પંતગના બજારો ધમધમી રહ્યા છે. આ વચ્ચે ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ થાય છે તે હકીકત છે. આ એ દિવસો હોય છે કે આવા પાપીઓને કારણે ઉમંગનું પર્વ માતમમાં ફેરવાય છે અત્યારે પણ અનેક ઠેકાણે દોરીના કારણે અકસ્માત થવાના ગળા કપાવાના કેસ સામે આવી રહ્યા છે. આ દિવસોમાં ઉન્માદમાં આવીને કેટલાક લોકો, માનવ જિંદગી હણનારા સાબિત થાય છે તો પક્ષીઓને પણ ભારે નુકસાન પહોંચાડે છે. ઉત્તરાયણ અને પતંગબાજીને લઈને પોલીસે નોટિફિકેશન પણ જાહેર કરી દીધા છે. જો કે, પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બનેલો ચાઈનીઝ દોરામાં કેટલીક વાર વિજ વહન કરે તેવા એલીમેન્ટ પણ હોય છે. અને આ જ કારણ છે કે, આ દોરો કાતિલ બને છે. અગાઉ પણ આ જ મુદ્દે અમે જાગૃતતા લાવવા અમે પ્રયાસ કરી ચૂક્યા છીએ એટલું જ નહીં પોલીસે પણ ચાઈનીઝ દોરી વેચનારા અનેક માફિયાઓને શોધીને પકડ્યા છે. પોલીસની ધોંસ વધતા હવે પડોશી રાજ્યમાંથી આ ચાઈનીઝ દોરો તસ્કરી કરીને લાવવામાં આવે છે. દિવસે ચાઈનીઝ દોરાના કારણે અકસ્માત થાય છે તો રાત્રે ચાઈનીઝ તુકકલોના કારણે આગ લાગવાની દુર્ઘટના બનતી રહી છે.. ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરવાનો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે.. ચાઈનીઝ દોરી, કાચા પાયેલા દોરા અને ચાઈનીસ તુક્કલ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ મુદ્દે સાથે જ કમિશ્નરેટ અને કલેક્ટરેટ વિસ્તારમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ અને સંગ્રહ કરતા લોકો સામે કાર્યવાહી કરવાના હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે તેમ છતાં ચાઈનીઝ દોરી વેચાય તે હકીકત છે. છેલ્લા 2 દિવસમાં દાહોદ અને મહેસાણામાં બે યુવક ઈજાગ્રસ્ત થવાની ઘટના બની છે.





















