Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશે
પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. ખાદ્ય મસાલાના સેમ્પલમાં જંતુનાશક દવાઓની માત્રા મર્યાદા કરતા વધુ જોવા મળી. 9 ઓક્ટોબરે પાલનપુરની વિવિધ દુકાનોમાંથી મસાલાના 14 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાંથી પાંચ સેમ્પલમાં ઝેરી તત્વોની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાઈ આવ્યું. જેને લઈને ફૂડ વિભાગે પાંચેય વેપારીઓ સામે કાર્યવાહી કરી.
સુરત જિલ્લાના કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. કામરેજના કઠોર ગામની માન સરોવર રેસિડેન્સીના ફ્લેટમાં બ્રાન્ડેડના નામે નકલી ઘી બનાવાતું હતું. સુમુલ ઘીના નામે આરોપીઓ નકલી ઘી બનાવી તેનું વેચાણ કરતા હતા. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. આ દરમિયાન પોલીસને ઘીના 108 ડબ્બા અને 38 ખાલી ટીન મળી આવ્યા..પોલીસે પેકિંગ કરવાના મશિન સહિતનો મુદામાલ જપ્ત કર્યો.
12 ડિસેમ્બરે ઉંઝામાંથી કલરવાળી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ઉંઝા સ્ટેશન રોડ પર આવેલ કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં આ કાંડ ચાલતો હતો. ઝીણી વરિયાળી, કલર મળી કુલ 1 લાખ 27 હજાર રૂપિયા કરતાં વધારેનો મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જપ્ત કર્યો.