Hun To Bolish : હું તો બોલીશ : આ ફરાળ ઉપવાસ તોડાવશે
રાજકોટ. જ્યાં પાવન શ્રાવણ માસમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે આચરાયું પાપ. જુલાઈ મહિનામાં ફૂડ વિભાગે લીધેલા નમૂનાનું પૃથ્થકરણ કરવામાં આવ્યું...જેમાં જલારામ ફરસાણમાંથી લીધેલા પેટીસના સેમ્પલમાં થયો ખુલાસો કે ફરાળી પેટીસમાં ભેળવાયો છે મકાઈનો લોટ. એટલું જ નહીં, ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસ અને પાંચ કિલો મકાઈના લોટને સ્થળ પર જ કર્યો નષ્ટ. આ પહેલા વર્ષ 2022માં પણ રાજકટમાં આમ જ લોકોની આસ્થા સાથે થયા હતા ચેડા. જેમાં તપાસમાં લેવાયેલા ફરાળી વાનગીઓના નમૂનામાં ભેળસેળ સામે આવી હતી. રૂપિયા કમાવાની લાલચમાં આવા ભેળસેળીયાઓ ઉપવાસીઓ સાથે આવું અધર્મ કરતા લોકોમાં પણ આક્રોશ છે.
સૌરાષ્ટ્રની એક માત્ર રિજનલ ફૂડ FSL,જ્યાં વાસી ,ફૂગવાળા,ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થના ટેસ્ટિંગ માટેના માઈક્રોબાયોલોજી મશીન્સ છેલ્લા પાંચ વર્ષથી છે બંધ. પાણીની ગુણવત્તા,ફરાળી ખાદ્યપદાર્થમાં ભેળસેળ,ખાદ્યપદાર્થોમાં રહેલ બેક્ટેરિયા,ફુગ સહિત પેરામીટર્સ ચકાસી શકાય. પરંતુ આ સાધનો ધૂળ ખાતા હોવાથી નમૂના મોકલાય છે વડોદરા. જેથી રિપોર્ટ આવવામાં થાય છે વિલંબ.





















