Hun To Bolish : હું તો બોલીશ : આ ગુજરાત છે કે 'ગોવા'?
ફાર્મ હાઉસમાં પુલ સાઈડ પર સજાવાયેલા ટેબલ.....ટેબલ પર પીરસાયેલું નોનવેજ.....દારુ ભરેલા ગ્લાસ.....વિસ્કી, જીન, વોડકા, રમ, બિયર....જે બ્રાન્ડ ઈચ્છો તે....હુક્કા, લાલ-લીલી-પીળી બિયરબાર કે ડિસ્કો થેક જેવી ઝબૂકતી લાઈટો....ચિકન-મટન માટે નોનવેજના લાઈવ કાઉન્ટર.....જામ ઉપર જામ અને તેની સાથે અંગ્રેજી ગીત-સંગીત માટે ડિજેની વ્યવસ્થા....આ દ્રશ્યો જોઈને ભૂલથી પણ એવું ના વિચારતા કે આ કાર્યક્રમ ગોવાના કોઈ રિસોર્ટ કે પબની પાર્ટીના હશે...
આ દ્રશ્યો અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ ઝે ફાયર નામના ફાર્મ હાઉસમાં યોજાયેલ દારુ અને હુકાની પાર્ટીના છે. મૂળ કેન્યા દેશના જોન નામના યુવકે આ પાર્ટીનું આયોજન કર્યું હતું....એટલું જ નહીં પાર્ટી માટે ત્રણ કેટેગરીમાં ખાસ પાસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પાસની કિંમત 700 રૂપિયાથી લઈને 25 હજાર રૂપિયા સુધીની છે. આ પાર્ટીનું નામ હોટ ગ્રેબર પાર્ટી રાખવામાં આવ્યું હતું.. પાર્ટીમાં આવનાર VIP માટે ડ્રોપની પણ વ્યવસ્થા કરવામાં હતી. પાર્ટીમાં આવનારા માટે અર્લી બર્ડ પાસના 700 રૂપિયા, જ્યારે વીઆઈપી પાસના 2500 રૂપિયા લેવાયા હતા.. જ્યારે ડાયમંડ ટેબલ એટલે કે પાંચ લોકોના 15થી 25 હજાર રૂપિયાનો ભાવ નક્કી કરાયો હતો. પાર્ટીના પાસ વેચવા માટે અલગથી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસના માલિક મિલન પટેલ અને દારુ લાવનાર અનંત કપીલ અને આશિષ જાડેજા સહિત 20 લોકોની ધરપકડ કરી છે. આજે સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. જે બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવતા 15 લોકો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું.... રેવ પાર્ટીમાંથી ઝડપાયેલા વિદેશીઓમાં સૌથી વધુ કેન્યાના નાગરિકો છે.. તો અન્ય મોઝામ્બિક, મડાગાસ્કર, બોત્સ્વાના નાગરિકો છે. 4 આરોપી તો ગુજરાત યુનિવર્સિટીની બોય્ઝ NRI હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. રાતના 11 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી પોલીસની રેડ ચાલી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 19 ફોન પણ જપ્ત કરીને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. સ્થળ પરથી પોલીસને 51 બોટલ દારુ. 15 હુક્કા...હુક્કામાં ભરવાની સામગ્રી....1 કાર સહિત 7 લાખ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કર્યો છે.





















