Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો વરસાદ !
અસારવા સિવિલ હોસ્પિટલમાં PM રૂમ સામે વર્ષો જૂનું પૌરાણિક ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. અહીં નવી 1800 બેડની હોસ્પિટલ બનાવવા માટે મંદિર ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ છે. તેથી મંદિર ખસેડવા માટે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીની હાજરીમાં માતાજીની મંજૂરી લેવા માટે ભુવા ધુણ્યા હોવાનો અને દાણા નાખતા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે.
અંધશ્રદ્ધામાં પાટણ જિલ્લાના લુખાસણમાં ભત્રીજાએ કાકા પર કર્યો જીવલેણ હુમલો.. છેલ્લા ઘણા સમયથી ઘરની આર્થિક સ્થિતિ સારી ન થવાથી અને પરિવારના સભ્યો અસ્વસ્થ રહેતા કિશન નામના આરોપીએ ભુવાની મદદ લીધી હતી. ભુવાએ દેવદુખ હોવાનું કહીને વિધિ કરવાની વાત કરી. પરંતુ આરોપી કિશનના કાકા જીવાભાઈ એ વાતથી સહમત ન થયા. અને જોગાનું જોગ એક વર્ષ બાદ આરોપી કિશનના માતાનું મૃત્યુ થયુ. માતાના મોત બાદ કિશનને એ વાતનો વહેમ હતો કે કાકાને લીધે તેમની માતાનું મૃત્યુ થયુ.. જે વાતનો ગુસ્સો રાખીને 7 જુલાઈએ રાત્રીના સમયે એકલતાનો લાભ લઈને આરોપી કિશને ઘર આંગણામાં ઉંઘી રહેલા કાકા પર ધોકાથી હુમલો કરીને ફરાર થઈ ગયો.. ઈજાગ્રસ્ત જીવાભાઈના પુત્રની ફરિયાદના આધારે પોલીસે સરસ્વતિ નદીના પટમાંથી આરોપીની ધરપકડ કરી છે.





















