Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
અમદાવાદનો સિંધુભવન રોડ ફરી એકવાર નબીરાઓનો આતંક સામે આવ્યો. દ્રશ્યો જોઈ શકો છો આપ. જાહેરમાં આ ગુંડો બુલેટ પર નીકળી હવામાં ખુલ્લી તલવાર ફેરવી રહ્યો છે. આ ગુંડાને તો નથી કોઈ પોલીસનો ડર કે નથી કોઈ કાયદાનો ડર. ખુલ્લેઆમ તલવાર લઈને નીકળેલો આ ગુંડો હાજર લોકોમાં ડરનો માહોલ ફેલાવી રહ્યો છે.
બીજા દ્રશ્યો અમદાવાદના ધોળકાના છે. અહીં જૂની નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિશાલ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રણ લૂંટારૂંઓ હાથમાં દેશી કટ્ટા સાથે લૂંટના ઈરાદે ઘુસ્યા. ત્રણેય લૂંટારૂં દેશી કટ્ટો દેખાડીને લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કરવા લાગ્યા ત્યારે જ દુકાનદારે હિંમત દાખવીને એક લૂંટારૂંને ઝડપી પાડ્યો.. જ્યારે બે લૂંટારૂં ફરાર થવામાં સફળ થયા.. દુકાનદારે એક લૂંટારૂંને પકડીને પોલીસને હવાલે કર્યો.
ત્રીજા દ્રશ્યો અમદાવાદના જ છે. મેઘાણીનગર વિસ્તારમાં સ્ટંટ કરી રહેલા રિક્ષાચાલકને અટકાવતા પોલીસકર્મીને બેફામ અપશબ્દો બોલી ધક્કે ચડાવ્યા. જેનો વીડિયો વાઈરલ થયો. હેડ કોન્સ્ટેબલ મયૂરભાઇ સોલંકીએ પેટ્રોલીંગ સમયે રીક્ષા ચાલકને સ્ટંટ કરતા તેને રોક્યો. અને રિક્ષા ઉભી રખાવી. જને લઈ રિક્ષા ચાલક ઉશ્કેરાયો. અને કહ્યું તુ મને ઓળખે છે હું રાવણ છું, અહીંનો દાદો છું. જે બાદ અપશબ્દો બોલી બબાલ કરી.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો જિલ્લો સુરત. અહીં કુડસદ ગામે હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરીને સંચાલક સાથે કરી મારામારી. સીસીટીવીમાં કેદ અસામાજિક તત્વોના આતંકના આ દ્રશ્યો જુઓ.. રોટલી કાચી હોવાને લઈને પહેલા તો અસામાજિક તત્વોએ હોટલ સંચાલક સાથે બોલાચાલી કરીને મારામારી કરી.. બાદમાં લાકડીથી હોટલના કાઉન્ટર અને માલસામાનની તોડફોડ કરીને આતંક મચાવી દીધો.





















