Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્યનો અયોગ્ય વિભાગ
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ટી.બી વિભાગના તબીબોની માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ટીબીની ગંભીર બિમારીથી પીડાતા બે દર્દીને તબીબોએ રિક્ષામાં બેસાડી રોડ પર ફેંકી દેવાયા. રાત્રે તબીબોએ દર્દીને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલની પાછળ બગીચા પાસે રોડ પર કણસતી હાલતમાં ફેકી દીધા.. જેના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા. જાગૃત નાગરિકોએ તાત્કલિક પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરીને 108 મારફતે ફરીથી દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. રિક્ષા ચાલકે પ્રતિક્રિયા આપી કે તબીબે ગંભીર હાલતમાં પીડાઈ રહેલા દર્દીઓને ગમે ત્યા મુકવા માટે જણાવ્યું હતુ. ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા આવેલા લોકોની નજર પડી. સામાજિક કાર્યકર કલ્પેશ ચાવડાએ પોલીસને જાણ કરી. 108 એમ્બ્યુલન્સ મારફતે ફરીથી દર્દીને ટ્રોમા સેન્ટર ખાતે લવાયા. હાલમાં બંને દર્દીની અસારવા સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગમાં સારવાર ચાલી રહી છે.





















