Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પૌત્રએ બેફામ ઝડપે કાર દોડાવી નિર્દોષ એક્ટિવા ચાલકનો ભોગ લીધો. મંગળવારની રાત્રીના અસારવામાં રહેતા મહેન્દ્ર ગોહિલ એક્ટિવા લઈ શાહીબાગ સરદાર સ્મારક નજીકથી પસાર થતા હતાં. ત્યારે જ બુટલેગર પૌત્રએ પોતાની ફોર્ચ્યુનર કારથી એક્ટિવા ચાલકને ટક્કર મારી. કારની ટક્કરે એક્ટિવા ચાલક રિક્ષા સાથે અથડાયા અને સ્થળ પર જ મોત થયું. અકસ્માત બાદ બુટલેગર પૌત્ર સામેથી પોલીસ સમક્ષ હાજર થયો. નબીરો બુટલેગર પૌત્ર સગીર હોવાનું ખૂલ્યું. તો અગાઉ 15 વર્ષની વયે પણ તેણે કાર હંકારી નિર્દોષનો જીવ લીધો. હવે 17 વર્ષની વયે બેફામ કાર દોડાવી વધુ એક નિર્દોષનો જીવ લીધાનો આરોપ છે. અકસ્માત બાદ સગીરનો કારમાં હથિયાર સાથેનો એક વીડિયો પણ વાયરલ થયો. પોલીસે સગીર અને તેના પિતાની અટકાયત કરી છે.





















