Hun To Bolish : હું તો બોલીશ : ચાળા કર્યા તો તણાવાનું નક્કી !
સાબરકાંઠાની સાબરમતી નદી આ દિવસોમાં ધસમસતી વહી રહી છે…નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર થયું છે….પ્રશાસન વારંવાર અપીલ કરી રહ્યું છે કે, લોકો નદીથી દૂર રહે....પણ આપ આ જે વીડિયો જેને જોઈ રહ્યા છો તે છે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ....68 વર્ષના આ પૂર્વસાંસદ એલર્ટ વચ્ચે સાદોલીયા પુલ નજીકના જોખમી પોઈન્ટ પર પહોંચી ગયા...એટલું જ નહીં..નદીના જોખમી પ્રવાહ પાસે ઉભા રહી પોતાના મોબાઈલમાં રીલ બનાવતા પણ નજરે પડ્યા....અને આ તેમની રીલ ખુબ વાયરલ થઈ રહી છે...સાથે જ સવાલ ઉઠી રહ્યા છે કે, જો નેતા જ સલામતીના નિયમોનો ભંગ કરશે તો જનતા સામે કેવો સંદેશ જશે...
ડાંગ જિલ્લાના વરસાદી માહોલમાં નદીઓ-નાળાઓ ધસમસતા વહે છે...અને એ જ વચ્ચે લોકો જીવના જોખમે કોઝવે પાર કરતાં જોવા મળે છે.....દ્રશ્યો વઘઈ તાલુકાના નિંબારપાડા ગામના કોઝવેના છે....એક આધેડ પુરુષ કોઝવે પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો…પણ ધસમસતા પાણીના પ્રવાહે તેને પોતાની સાથે ખેંચી લીધો…ક્ષણોમાં જ માણસ જીવ અને મરણની વચ્ચે સંઘર્ષ કરવા લાગ્યો....સદભાગ્યે, તેની સાથે હાજર સાથીદારે હિંમત બતાવી…અને તણાતા મિત્રને પકડી બહાર ખેંચી લીધો....





















