શોધખોળ કરો

Hun to Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ રાજનીતિ

ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના 2 કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે ભ્રષ્ટાચારનો ACBમાં નોંધાયો છે ગુનો. આ મુદ્દે કોર્પોરેટર વિપુલ સુહાગિયાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે. જ્યારે અન્ય એક કોર્પોરેટર જીતુ કાછડિયા ફરાર છે. પૂણા વોર્ડ નંબર 16 અને 17ના બંને કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની લાંચ માગી હોવાનો આરોપ છે. કોર્પોરેશનના મગોબ ગામની સીમમાં મલ્ટીલેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. આ પે એન્ડ પાર્કની જગ્યાની બાજુમાં કોર્પોરેશને શાકમાર્કેટની જગ્યા પણ ફાળવી છે. આ બંને કોર્પોરેટરે આ જગ્યાની મુલાકાત લીધી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાનું જણાવી ફરિયાદી સાથે બોલાચાલી કરી અને પોલીસ ફરિયાદ કરવાની તેમજ કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી. ત્યારબાદ કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનું માફીપત્ર પણ લખાવ્યું. અને કોર્પોરેટરોએ ધમકી આપી કે જો કોન્ટ્રાક્ટ રદ કરાવવાથી બચવું હોય તો 11 લાખ રૂપિયા આપવા પડશે. આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રેક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માગણી અંગેની વાત કરી. અને રકઝક બાદ 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું....આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રેક્ટરે ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ વાતચીતમાં આરોપીઓ નાણાંને બદલે ડોક્યુમેન્ટ કોડવર્ડ રાખ્યો હતો. કોન્ટ્રેક્ટર પોતે આ લાંચ આપવા માગતા ન હતા, જેથી તેમણે વાતચીતના રેકોર્ડિંગની CD સાથે ACBમાં અરજી કરી. જેના આધારે ACBએ પ્રાથમિક તપાસ હાથ ધરી. આ અંગે CDમાં રેકોર્ડ થયેલા સંવાદોનું અવલોકન કરતાં બંને કોર્પોરેટર આરોપીઓએ લાંચની માંગણી કરી હોવાની હકીકતની પુષ્ટિ થતા એક કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી. જો કે, કોર્પોરેટર અને વચેટિયા વચ્ચે શું વાતચીત થઈ તેનો ઓડિયો સાંભળી લઈએ.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કૌભાંડીઓને બચાવે છે કોણ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત

મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય

ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચારFake CBI Officer | સુરેન્દ્રનગરનો ભાજપ કાઉન્સિલર બન્યો નકલી CBI અધિકારી, કેવી રીતે ફૂટ્યો ભાંડો?Mehsana Stray Cattle News |  રખડતા ઢોરના ત્રાસને લઈને વાહનચાલકોને ભારે પરેશાની, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે

Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ

'...તો ઇઝરાયેલનો અંત નિશ્ચિત છે!' રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભવિષ્યવાણી! ભારતીયો વિશે કહી આ વાત

Junk Food: આ સ્વાદિષ્ટ ખોરાક 'ઝેર' સમાન છે... આજથી ખાવાનું બંધ કરો, નહીંતર...

Embed widget