Hun To Bolish : હું તો બોલીશ : દૂધ માટે ઈન્જેક્શન કેમ?
અબોલ પશુઓ સાથે ક્રૂરતાનો રાજકોટ જિલ્લામાં પર્દાફાશ થયો છે. રાજકોટના ધોરાજીમાંથી પ્રતિબંધિત ઑક્સિટોસિન ઈન્જેક્શનનો જથ્થો ઝડપાયો. ધોરાજીના ફયાઝ આરીફ વાલોરિયા નામના શખ્શની ધરપકડ કરાઈ. તેની પાસેથી 1600થી વધુ ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરાયો. જેની કિંમત 2 લાખ, 85 હજાર જેટલી થાય છે. દુધાળા પશુઓમાંથી દૂધ નીચોવી લેવા માટે ઑક્સિટોસિન ઈન્જેક્શન આપવામાં આવે છે. જો કે, ઑક્સિટોસિન આપીને નીકાળવામાં આવતું દૂધ ઝેરથી કમ નથી. ઑક્સિટોસિનથી પશુઓ પર તો આડઅસર થાય છે. સાથોસાથ આવું દૂધ પીવાથી માનવ શરીરમાં પણ આડકતરી રીતે ઝેર પ્રવેશે છે. આવુ દૂધ પીવાથી પુરૂષોમાં નપુંસકતાનું પ્રમાણ વધે છે. મહિલાઓમાં ગર્ભધારણ વિલંબમાં થાય છે વધારો. છોકરીઓમાં નાની ઉંમરમાં જોવા મળે છે પરિપક્વતાના લક્ષણો. એલર્જી થવા પર ખંજવાળ અને સોજો આવે છે. પેટ સંબંધિત સમસ્યાઓ વધે છે. હોર્મોનલ સંતુલન બગડવાનું જોખમ રહે છે. ઑક્સિટોસિન ઈન્જેક્શનનો દૂરુપયોગ વધતાં તેના પર પ્રતિબંધ પણ મુકાયો છે. તેનો ઉપયોગ ગેરકાયદે છે. ઓક્સિટોસીન નેચરલ હોર્મોન છે. ડ્રગ એડ કોસ્મેટીક્સ એક્ટમાં સામેલ કરાઇ છે. ઓક્સિટોસીન ડોક્ટરની પરવાનગી વગર આપી શકાતી નથી. રજીસ્ટર્ડ વેટરીનરી પ્રેક્ટીશનર સિવાય વાપરનાર વ્યક્તિને ઔષધ અને પ્રસાધન અધિનિયમ-1940 હેઠળ સજા પણ થઈ શકે છે.





















