Hun To Bolish : હું તો બોલીશ : દૂષણનું દહન ક્યારે?
વિજયાદશમી, અસત્ય પર સત્યના વિજયની ઉજવણીનો આ પર્વ, દૂષણનો નાશ કરવાનો આ પર્વ. એ જમાનામાં રાવણનું એક દૂષણ હતું અને એ દૂષણને 10 માથા હતા. 10 માથાનો વધ તો એ સમયે થયો. ભગવાન શ્રી રામે એ રાવણનો વધ કર્યો અને દૂષણનો વધ કર્યો. પણ સમયંતરે દૂષણના માથા વધ્યા છે. રાવણ તો 10 માથાવાળો હતો પણ સમાજજીવનમાં સમયંતરે દૂષણ વધ્યા છે. દર વર્ષે કંઈક ને કંઈક નવું દૂષણ આવે છે. ડિજિટલ દૂષણ આપણે જાણીએ છીએ. સોશિયલ મીડિયા પર ચાલતી વલ્ગારિટી અને તેના કારણે થતા ફ્રોડ સહિતના જે દૂષણ છે, એ દૂષણ દૂર કરવું જરૂરી છે. ભ્રષ્ટાચારનું દૂષણ દિન પ્રતિદિન એ દૂષણનું માથું મોટું થતું જાય છે, ને તેને મૂળથી ઉખેડી ફેંકવું જરૂરી છે. આજે પણ દીકરીઓ પર અત્યાચારના સમાચાર આવે છે, એ દૂષણને દૂર કરવું છે. પોલિટિકલ ભ્રષ્ટાચાર અને સાથે જ અધિકારી રાજ, એ પણ માત્ર લોકોને હેરાન કરવાની, ભ્રષ્ટાચાર કરવા માટે જે છે, એ દૂષણને દૂર કરવું જરૂરી છે. પ્રકૃતિને નુકસાન કરનાર પર્યાવરણનું દૂષણ સતત વધી રહ્યું છે, તેને દૂર કરવું જરૂરી છે. આવા અનેક દૂષણો છે, જે રાવણના 10 માથા કરતાં વધુ ઘાતક અને ખતરનાક સમાજ જીવન માટે છે, બસ જવાબદારી આપણી છે. ભગવાન શ્રી રામે રાવણના 10 માથાનો નાશ કર્યો. આપણે તમામે આપણા દિલમાં રામ વસતા હોય, તો આપણાથી જ એ દૂષણ દૂર કરવાની શરૂઆત કરીએ. જો આપણે ભ્રષ્ટ હોઈએ, તો આચરણને દૂર કરી, આપણાં, આપણી અંદરનું જે દૂષણ દૂર કરીએ, આપણાથી દૂષણ દૂર કરવાની શરૂઆત કરીએ, તો જ સાચા અર્થમાં વિજયોત્સવ, વિજયા દશમીની ઉજવણી લેખે લાગી ગણાય.





















