Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટાચાર વિરુદ્ધ એલાન-એ-જંગ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમા આજે ફાયર વિભાગના 3 અને પોલીસના 2 તત્કાલીન અધિકારીના નિવેદન લેવાયા. સસ્પેન્ડેડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી ખેર અને અધિકારી ભીખા ઠેબાની પૂછપરછ કરાઈ. 2021થી 2023 સુધી ફરજ નિભાવી ચૂકેલા 2 PI વી.એસ વણજાર અને વી.જે ધોળાની પૂછપરછ કરાઈ. બંને પીઆઈને ચાલુ ટ્રેનિંગમાંથી બોલાવવામાં આવ્યા. બંને પીઆઇની કરાઈ પોલીસ એકેડમીમાં હાલ તાલીમ ચાલી રહી છે...ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરની SITના વડા સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓએ અંદાજે ચાર કલાક પૂછપરછ કરી.
SITના પ્રાથમિક રિપોર્ટમાં શું ઘટસ્ફોટ?
અગ્નિકાંડ પાછળ સરકારના તમામ વિભાગો જવાબદાર
R&Bએ કાયમી સુરક્ષિત સીડી છે કે નહીં તે ચકાસવાની ન લીધી તસ્દી
પોલીસે ફાયરના NOC વગર જ આપી દીધી મંજૂરી
મહાપાલિકાએ પણ કોઈ જાતનું ચેકિંગ ન કરી દાખવી ગુનાહિત બેદરકારી
ગેમઝોનમાં ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ હતી પણ પાણીનું ન હતું જોડાણ
ફાયર એક્શિગ્યુટર માત્ર રસોડામાં જ હતું
રસોડાનું પણ માર્ગ-મકાનના નિયમોનો ભંગ કરી નિર્માણ
રાજકોટ અગ્નિકાંડમાં સરકારી વિભાગોનો એક પછી એક ઢાંકપિછોડો ખુલ્લો પડી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા TRP ગેમ ઝોન પાસે ટેક્સ વસૂલતી હતી... તો PGVCL. TRP ગેમ ઝોન પાસેથી વીજ બિલ પણ વસૂલતું હતું. કુલ મળીને રાજકોટ મહાનગરપાલિકા, PGVCL, માર્ગ-મકાન સહિતના તમામ વિભાગને બધી જ જાણ હતી. સરકારી ચોપડે બધું જ ઘણા સમયથી નોંધાયેલું છે. પોલીસ અને ફાયર વિભાગને પણ TRP ગેમ ઝોન અંગેની માહિતી હતી.