Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર,PAAS આસપાસ
પાટનગર ગાંધીનગરમાં મળેલી પાટીદાર ચિંતન શિબિરમાં પાટીદાર સમાજના 100 જેટલા યુવાઓએ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા. બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયના અલ્પેશ કથીરિયા,વરૂણ પટેલ,લલિત વસોયા,લલિત કગથરા,ધારાસભ્ય કિરીટ પટેલ, દિનેશ બાંભણીયા,ગીતા પટેલ,રેશ્મા પટેલ સહિત પાટીદાર નેતાઓએ આપી હાજરી. બેઠકમાં અલગ અલગગ આઠ જેટલા મુદ્દાઓ પર થઈ ચર્ચા. સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીમાં EWS ની જોગવાઈ કરવી,બિન અનામત આયોગ/ નિગમ બાબતે ચેરમેનની નિમણૂક કરવી,ગોંડલ બાબતે સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવી ,પોલીસ કેસ ખેંચવામાં બાકી છે તે બાબતે ચર્ચા કરવી,લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત,ઓનલાઇન ગેમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ , ઓનલાઇન ગેમિંગ સટ્ટો અને વ્યાજખોરી પર અંકુશ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી. પાટીદાર અનામતના મુખ્ય ચહેરા અને હાલના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ,આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની ગેરહાજરીએ પણ સવાલો ઉભા કર્યા. બેઠકની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશલ મિડીયામાં પોસ્ટ કરી. જેમાં તેમણે પાટીદાર આંદોલનને એમ કહીને સફળ ગણાવ્યું કે આંદોલનમાં જે યુવાનો એકજૂટ થયા હતા તેનું મૂળ કારણ શિક્ષણ અન નોકરીમાં થતો અન્યાય હતો. સાથે હાર્દિકે પોસ્ટમાં શહેરીકરણને પાટીદાર સમાજના મૂળ ગણાવ્યો. વ્યાજખોરનો ત્રાસ, ઑનલાઈન ગેમિંગ અને દીકરીઓના ભાગીને લગ્ન કરવાના બનાવો તમામ સમાજના હોઈ દરેક સમાજને સાથે આવવા કહ્યું..




















