Hun To Bolish : હું તો બોલીશ : ઘૂસણખોરો કોનું પાપ?
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આંતકી હુમલા બાદ પાકિસ્તાનીઓની સાથે સાથે રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે પણ પગલા લેવાયા. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી વિરુદ્ધ ગુજરાત પોલીસે અત્યારસુધીનું સૌથી મોટુ અભિયાન શરુ કર્યુ... એક જ રાતમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા.
અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં પોલીસે સવાર સુધી કોમ્બિંગ હાથ ધર્યુ... 890 ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા. તો સુરતમાં ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં પોલીસે દરોડા પાડ્યા. જ્યાંથી 134 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા.તો રાજકોટમાં પણ 30થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી. સોની બજાર , હુસેની ચોક, ભગવતી પરા, રસુલપરા સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું. તેમના દસ્તાવેજોની તપાસ કરી પુછપરછ શરુ કરાઈ.




















