(Source: ECI/ABP News/ABP Majha)
Hun to Bolish | હું તો બોલીશ | રઝળતું મોત
રઝળતું મોત...જીહાં. રાજ્યના રસ્તાઓ પર રઝળી રહ્યું છે મોત. ક્યારેક ઢોરના રૂપમાં,ક્યારેક શ્વાન તો ક્યારેક વાનરના રૂપમાં. સ્ક્રિન પર ચાલતા આ દ્રશ્યો જુઓ. રખડતા ઢોર નાગરિકોને અડફેટે લવાની ઘટના સતત વધી રહી છે. ગ્રામ્ય જ નહી પણ શહેરી વિસ્તારોમાં પણ રસ્તાઓ પર રખડતા પશુઓનો અડિંગો જોવા મળે છે. ગમે ત્યારે ગમે તે નિર્દોષ વ્યક્તિને અડફેટે લે અને કેટલાક કિસ્સાઓમાં તો જીવનભરની ઈજા અથવા મૃત્યુ પણ થાય છે. તો બીજા દ્રશ્યો છે શ્વાનના હુમલાના. સુરતના ડિંડોલીમાં ઘરના સોફા પર સુતેલા છ વર્ષના માસુમ પર શ્વાને કર્યો હુમલો. ઘરે સફાઈ કામ માટે આવેલી મહિલાના બાળક પર શ્વાને હુમલો કરતા માસૂમને આવ્યા 15 ટાંકા.
સુરતનું ઓલપાડ. જ્યાં પ્રાંત અધિકારીએ રઝળતા ઢોરને લઈને જાહેરનામું બહાર પાડ્યું...તાજેતરમાં સાયણ ટાઉનમાં બે આખલા યુદ્ધે ચડ્યા. અને એક દૂકાનમાં ઘૂસી ગયા. જેના કારણે દોડાદોડી મચી ગઈ. ઘણીવાર પશુધન ખાનગી માલિકીના ખેતરમાં ઘૂસી જાય છે...આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જાહેરનામામાં ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહીની વાત કરવામાં આવી. જો ઢોર રખડતા અથવા ખાનગી માલિકીના ખેતરમાં પ્રવેશે તો થશે કડક કાર્રવાઈ