Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતે ગૂમાવ્યા બે 'સિતારા'
બોલિવૂડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું નિધન. કોમેડી કિંગ તરીકે જાણીતા સતીશ શાહે 74 વર્ષે લીધા અંતિમ શ્વાસ. બપોરે અઢી વાગ્યે તેમણે મુંબઈની દાદર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા... સતીશ શાહ કિડની સંબધિત બીમારીથી પીડીત હતા. તેઓ પચાસ વર્ષોથી વધુ સમયથી ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા રહ્યા. અને 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. તો ટેલિવિઝન પર સીરીયલમાં યાદગાર ભૂમિકા ભજવી દર્શકોના દિલમાં કાયમી સ્થાન મેળવ્યું.. 2000ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય થયેલી સારાભાઈ વર્સીસ સારાભાઈમાં ઈન્દુનો રોલ ઈન્ડિયન ટેલીવિઝન હિસ્ટ્રીમાં આઈકોનિક કોમિક રોલ બની રહ્યો. આજે પણ સોશિયલ મીડિયામાં ઈન્દુના પાત્રની કલીપ વાયરલ થઈ રહી છે. જો કે તેમણે 1984માં જ. યહ જો હૈ જિંદગી સીરીયલમાં ભૂમિકા ભજવી ટીવી પર આગવું સ્થાન નક્કી કરી લીધું હતું... તેમના નિધન પર સમગ્ર બોલીવુડમાં શોક જોવા મળ્યો. ઇન્ડસ્ટ્રી માટે સતીશ શાહનું નિધન એક મોટી ખોટ છે. તેમના પાર્થિવ દેહને બાંદ્રામાં આવેલા તેમના 'કલમવીર' નિવાસસ્થાને લાવવામાં આવશે. ત્યારબાદ, કાલે એટલે કે 26 ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરાશે.






















