Hun To Bolish : હું તો બોલીશ : હજુ કેટલા મોતના બ્રિજ?
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં abp અસ્મિતાનું રિયાલિટી ચેક કર્યું. હજુ પણ રાજ્યમાં અનેક મોતના બ્રિજ હોવાનો રિયાલિટી ચેકમાં ખુલાસો. બ્રિજ દુર્ઘટના બાદ જે ઉમેટા બ્રિજ પર ડાયવર્ઝન અપાયું છે તે ઉમેટા બ્રિજની હાલત પણ ખરાબ છે. બ્રિજની નીચેની બાજુમાં ઠેર ઠેર ગાબડા છે. બ્રિજના પિલર અને સ્ટ્રક્ચરના સળિયા પણ દેખાવા લાગ્યા છે. જેને લઈને અહીં મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુરતનો કામરેજ તાપી બ્રિજ પણ જોખમી બન્યો છે. બ્રિજ પર લોખંડની પ્લેટો નાંખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે.. શરુઆતમાં બ્રિજમાં ક્ષતિ થતાં એક ફૂટ પહોળી પ્લેટ નાંખવામાં આવી હતી. ધીમે ધીમે કરીને હવે સાત ફૂટ સુધી બ્રિજ પર પ્લેટો નાંખવામાં આવેલી છે. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ કહ્યું કે કામરેજ-તાપી બ્રિજ જોખમકારક છે.
તાપીમાં ડોલવણના વાંકલા ગામ પાસેનો બ્રિજ બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઈવે નં. 56 પર પુર્ણા નદી પરનો આ બ્રિજ જુઓ. જર્જરિત હાલતમાં આ બ્રિજ પરથી લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે. બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે...





















