Hun To Bolish : હું તો બોલીશ : હવે ન જવાય અમેરિકા
ન્યુ જર્સીના ઓક્ટ્રી રોડ પર ચાર લૂંટારુંઓએ વિરાણી જ્વેલર્સમાં લાખો ડોલરની લૂંટ ચલાવી. 7 જૂનના બપોરના 12:15 કલાકે લુટારુઓ કાળા કલરની કાર લઈને આવ્યા. અને લૂંટ કરી આતંક મચાવ્યો. વિરાણી જ્વેલર્સમાં તોડફોડ મચાવી. તમામ દાગીનાઓ લઈને ફરાર થઈ ગયા. વિરાણી જ્વેલર્સને નિશાન બનાવતી આ પહેલી લૂંટ નથી. અગાઉ ત્રણ વખત લુંટ થઈ ચુકી છે. ચોંકાવનારી વાત એ છે કે જૂન 2022માં જ્યારે લૂંટ થઈ હતી તે વખતે એક પણ અપરાધી પકડાયો ન હતો, પોલીસ આ અપરાધીઓને પકડે તે પહેલા જ 2025માં બીજી વખત લૂંટ થઈ. આ પહેલા 2013માં પણ લૂંટની ઘટના બની ચુકી છે. ન્યુ જર્સીના ઓક્ટ્રી રોડ પર 15થી વધું જ્વેલર્સના શો રૂમ આવેલા છે. અહીં ભારતીયોના ઘણા જ્વેલરી શોરૂમ આવેલા છે, અને તેને જ અપરાધીઓ હંમેશા ટાર્ગેટ બનાવે છે. એટલે ભારતીય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.





















