Hun To Bolish : હું તો બોલીશ : હાઈવે મુદ્દે દાદાનું અલ્ટીમેટમ !
રાજકોટ-જેતપુર હાઈવે.. સિક્સલેનના આ પ્રોજેક્ટ થકી લોકો માટે રાહતનો હાઈવે બનવાનો હતો પણ હકીકતમાં તે મુશ્કેલીનો હાઈવે સાબિત થઈ રહ્યો છે. ત્યારે જનતાને પડતી મુશ્કેલીનો અવાજ બનીને આ મુદ્દે ગયા શનિવારે હું તો બોલીશમાં હાઈવેનું લોકલ જેવું કામ શીર્ષક હેઠળ અહેવાલ પ્રસારિત કર્યો હતો. તેની જબરદસ્ત અસર આવી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાઈવે ઓથોરિટી અને અલગ અલગ વિભાગો જેવા કે ગુજરાત ગેસ, GWIL, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેટકો અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને અધિકારીઓનો ઉધડો લીધો. અને હાઈવે ઓથોરીટી સાથે સંકલન કરી કામ ઝડપથી પૂર્ણ કરવા કડક આદેશ આપવામાં આવ્યા. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરને 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી. અને 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા માટેનું અલ્ટીમેટમ આપી દીધું. સિક્સલેનનું લોકલ જેવું કામ કરવા બદલ અત્યાર સુધીમાં એજન્સીને 30 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારાઈ છે. 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું જે એજન્સીએ 3 વર્ષે માત્ર 22 કિલોમીટર જ કામ કર્યું છે.. આ મુદ્દે રાજકોટ જેતપુર હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દ્રસિંગનું શું કહેવું છે તે સાંભળી લઈએ.





















