Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ તમારૂ!
TRP ગેમઝોન અગ્નિકાંડ. જેની વિતી ગયો એક વર્ષથી વધુનો સમય. દુર્ઘટના બાદ હવે જવાબદારી લેવા રાજકોટ મહાપાલિકા નથી તૈયાર. જુઓ આ દ્રશ્યો છે રાજકોટ રેસકોર્સ મેદાનના. જ્યાં 50 જેટલી ચકરડી અને રાઈડ્સ છે. અહીં દરરોજ હજારો વાલીઓ પોતાના સંતાનોને ચકરડી કે રાઈડ્સમાં બેસાડવા આવે છે. રવિવારે તો અહીં માનવ મહેરામણ ઉમટે છે. અત્યાર સુધી તો બધુ જ ચાલ્યું પણ થોડા દિવસથી રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોએ એક બોર્ડ માર્યું અને વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. બોર્ડમાં લખ્યું કે આ ગ્રાઉન્ડમાં કોઈ પણ રાઈડ્સ કે ચકરડીની મંજૂરી RMC તરફથી આપી નથી. રાઈડ્સમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી-સિક્યોરિટીની જવાબદારી પોતાની રહેશે. મનપાએ તો જાણે બોર્ડ મારી રાઈડ્સમાં બેસવા માટે આવતા બાળકોની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવ્યા.





















