Hun To Bolish : હું તો બોલીશ : 'ઝેર'ની રાજનીતિ!
વિસાવદરની પેટાચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થશે. જો કે, આ વચ્ચે વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ઝેર પીવા-પીવડાવવાના નામે રાજનીતિ થઈ છે શરૂ.. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ ભાવુક થઈને ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, હું ઝેર પીવા તૈયાર છું, પણ ખેડૂતોનો એક રૂપિયો નહીં લઉં...જો કે, આ મુદ્દે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ પલટવાર કર્યો કે, ભાજપ ઉમેદવાર નહીં પણ ઝેર પીવા ખેડૂતો મજબૂર છે.. આવો સાંભળી લઈએ બંને નિવેદનો
ચૂંટણી જીત્યા અગાઉ જ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મંત્રી મંડળના વિસ્તરણના સપના જોવાનું શરૂ કર્યું. વિસાવદરના પ્રભારી એવા જયેશ રાદડિયાને મંત્રી જોવાની કિરીટ પટેલે ઈચ્છા વ્યક્ત કરી
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. પેટાચૂંટણીમાં કુલ 18 ઉમેદવારોએ ભર્યા હતા ઉમેદવારી પત્ર. ફોર્મ ચકાસણીમાં 7 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. 11 ઉમેદવાર પૈકી ત્રણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા. કડી બેઠક પરથી ભાજપે રાજેન્દ્રભાઈ ચાવડાને. કોંગ્રેસે રમેશભાઈ ચાવડાને અને આમ આદમી પાર્ટીએ જગદીશભાઈ ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.





















