Hun To Bolish : હું તો બોલીશ : જો બકા ખાડા તો રહેવાના જ
રાજ્યમાં હજુ તો સિઝનનો વરસ્યો છે 51.37 ટકા વરસાદ. સિઝનના અડધા વરસાદમાં તો શહેરના રાજ્ય, રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે શહેરના મુખ્ય અને આંતરિક માર્ગોની સ્થિતિ બદ્દથી બદ્તર થઈ ગઈ છે. છેલ્લા 12 દિવસમાં જ ખાડાએ બે નિર્દોષ જિંદગીના ભોગ લીધા.ખુદ મુખ્યમંત્રીએ રસ્તા પરના ખાડાઓ પૂરવાના આદેશ કર્યા. પરંતું હજુ પણ સ્થિતિ જૈસે થે જ છે... પેધી ગયેલા આ બાબુઓ મુખ્યમંત્રીના આદેશ બાદ પણ રોડને મોટરેબલ બનાવવામાં સંદતર નિષ્ફળ ગયા છે.
જુઓ આ દ્રશ્યો છે પાટણ શહેરના. વોર્ડ નં 8ના કલ્યાનેશ્વરની પોળ નજીક રહેતા 66 વર્ષીય નરેન્દ્રભાઈ પંચાલ. જે દૂધ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.. નિત્યક્રમ મુજબ નરેન્દ્રભાઈ આજે સવારના સમયે સોનીવાડા વિસ્તારમાં દૂધ આપવા સાયકલ લઈને નીકળ્યા હતાં. આ સમયે રસ્તા પરનો ખાડો ધ્યાને ન આવ્યો અને ખાડામાં પટકાયા. સાયકલનું વ્હીલ ખાડામાં ફસાતા અકસ્માત થયો અને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું. નરેન્દ્રભાઈ પંચાલ ઘરમાં એકમાત્ર કમાનાર વ્યકિત હતા. જેના પર આખા પરિવારની જવાબદારી હતી. મૃતક નરેન્દ્રભાઈને પરિવારમાં પત્ની અને એક પુત્ર છે... પુત્ર હાલ અભ્યાસ કરે છે. નરેન્દ્રભાઈનું સપનું હતું કે પુત્ર અભ્યાસ બાદ નોકરી-ધંધો કરે એટલે નિવૃતિ જીવન ગાળવાનું.. પણ પાટણ પાલિકાના પ્રશાસનના પાપે અધવચ્ચે જ પરિવારને છોડીને ચાલ્યા ગયા. હાલ તો નરેન્દ્રભાઈની ઓચિંતી વિદાયથી પરિવારમાં શોક તો છે પણ પ્રશાસન સામે ભારોભાર આક્રોશ છે.




















