Hun To Bolish : હું તો બોલીશ : કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?
1 એપ્રિલ 2023થી 31 ડિસેમ્બર 2024 સુધી 68 નગરપાલિકાનું 87 કરોડથી વધુનું બિલ ચૂકવવાનું બાકી છે. આ 68 એવી નગરપાલિકા છે જ્યાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આમાંથી 31 નગરપાલિકા એવી છે કે, જેનું 1 કરોડથી વધુનું બિલ ચૂકવવાનું બાકી છે. જ્યારે ચૂંટણી સહિતની રાજ્યની કુલ 157 નગરપાલિકા છે કે જેનું 340 કરોડથી વધુના બિલ ચૂકવણા બાકી છે. બાકી બિલના કારણે નગરપાલિકાઓના વહીવટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. વીજ બિલ ભરવા માટે નગરપાલિકાઓએ લોન લેવાનો ઠરાવ કરવો પડ્યો છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામના નાગરિકોનો રોષ આસમાને છે. નગરપાલિકાના રોડ-રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારના આરોપ સાથે આજે કેટલાક લોકોએ નગરપાલિકાએ પહોંચી આવેદનપત્ર આપ્યું. સૂત્રોચ્ચાર સાથે હાથમાં પ્લેકાર્ડ લઈ પહોંચેલા નાગરિકોના નારા અને પ્લેકાર્ડનું લખાણ ઘણું સૂચક અને ચર્ચાસ્પદ બન્યું. નેતાજીના સસરાના ભ્રષ્ટાચારના નામે તેમજ નેતાજીના સસરાના ભ્રષ્ટ કોન્ટ્રાકટો બંધ કરવાના લખાણે રાજકીય ચર્ચા જગાવી છે.. જોકે ક્યા નેતાજીના સસરાએ ભ્રષ્ટાચાર કર્યો તે મુદ્દે પ્લેકાર્ડમાં કોઈ સ્પષ્ટતા નથી.. પરંતું નામ સ્પષ્ટ ન હોવાના કારણે કેટલાક પ્રમાણિક નેતાના પરિવારજનો અને ખાસ કરીને સાસરિયા વાળા આ મુદ્દે સ્પષ્ટતા થઈ જાય તો સારૂ તેવું ઈચ્છતા હોય તેવી પણ ચર્ચા શરૂ થઈ છે.





















