Hun To Bolish : હું તો બોલીશ : ખાખી પર દારૂનો દાગ?
કાયદાના રક્ષકો જ દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પોલીસની વરદીને કલંકિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે. ફૂલ નશામાં આ જ મહાશય આપ જોઈ રહ્યા છો તે ઈડર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ છે. અતિશય દારૂ ઢીંચી જવાના કારણે આ ભાઈ ભાન ભૂલી ગયા અને રસ્તા વચ્ચે જ ગાડી રોકી દીધી. જેને લઈને અન્ય વાહનચાલકો અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. પોલીસ કોન્સ્ટેબલ નશામાં એટલો હતો કે તે પોતાની ગાડી પણ સાઈડમાં નહોતો લઈ શકતો. જેને લઈને લોકોએ કારને ધક્કો મારી સાઈડમાં ઉભી રાખી. બાદમાં પોલીસને બોલાવી. જો કે, પોલીસ પહોંચે તે પહેલાં જ આ પોલીસકર્મી ભાગી ગયો. PIનું કહેવું છે કે, તેના ઘરે જઈ તપાસ કરી. ત્યાં પણ તે પોલીસકર્મી મળ્યો નહીં...હાલ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.




















