Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની મહેનત પર પાણી
વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો. રાજકોટ, પોરબંદરમાં કમોસમી વરસાદ પડ્યો. રાજકોટમાં પડધરી તાલુકાના જીવાપર ગામે ગાજવીજ સાથે માવઠું થયું. પોરબંદરમાં સતત બીજા દિવસે માવઠુ વરસ્યું.. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર રાણાવાવ, કુતિયાણામાં વરસાદ ખાબક્યો. જામનગરના જામજોધપુર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. સ્ટેશન રોડ, આઝાદ ચોક, બાલમંદિર રોડ, મીની બસ સ્ટેન્ડ, તિરુપતિ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જામનગરના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા બાધલા ગામ પાસે આવેલી સસોઈ નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું. અમરેલી જીલ્લાના અનેક વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. વડેરા નાના ભંડારીયામા વરસાદ તો ચલાલા શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો. સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પાટણ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો.. સમી રાઘનપુર હાઇવે પર વરસ્યો કમોસમી વરસાદ ખાબક્યો. રાધનપુર, બાસ્પા, ગોચનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. કચ્છમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો.. અંજાર, મુન્દ્રા, ભુજ તાલુકાઓમાં વરસાદ પડ્યો. મુંદ્રા પોર્ટ પર ભારે પવનના કારણે કન્ટેઈનર જમીન દોસ્ત થયું.. બનાસકાંઠાના દાંતાના હડાદ મંડાલી વિસ્તારમાં વરસાદ ખાબક્યો. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો. કલ્યાણપુર શહેરમાં બે કલાકમાં 59 એમએમ વરસાદ થયો.. કમોસમી વરસાદ અને પવનને કારણે વીજ પોલ પડી ગયો.. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક તળાવો પાણીથી ભરાયા.. કમોસમી વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું.





















