Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકાના 10થી વધુ ગામોના ખેડૂતો ઘુડખરના ત્રાસથી છે ત્રસ્ત. આજ કાલના નહીં પણ આ ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી ઘુડખરના ત્રાસથી છે પરેશાન. ઘુડખરોની સંખ્યા સતત વધતી રહી જઈ રહી છે અને ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે તો ઘુડખરના ત્રાસથી ત્રસ્ત ખેડૂતો રજૂઆત અને ઉપવાસ કરીને થાક્યા ત્યારે ગાંધીનગર ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી.. એબીપી અસ્મિતાના સંવાદદાતા ઘુડખરના ત્રાસથી ત્રસ્ત વિસ્તારોની રાત્રીના અને દિવસના મુલાકાત લીધી. ઘણાદ ગામમાં પહોંચતા રાત્રી દરમિયાન ખેતરોમાં 40થી 50ના ટોળામાં ઘુડખરો જોવા મળ્યા. આ ઘુડખરો ખેડૂતોના ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. ઘુડખર મુદ્દે 10 ગામના ખેડૂતો અગાઉ ધરણા અને બે વખત કલેકટર કચેરી તથા વનવિભાગ કચેરી સુધીની પદયાત્રા પણ કરી ચૂક્યા છે.. જોકે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોનો આરોપ છે કે ઘુડખર અભયારણ્ય પાછળ સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો કરે છે ખર્ચ પણ ખેડૂતો અભયારણ્યના બદલે ખેતરોમાં વસવાટ કરે છે અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે.





















