Hun To Bolish : હું તો બોલીશ : ખુરશીનું જ સન્માન કેમ ?
આપણે એવું માનીએ છીએ ને કહીએ છીએ કે ઉતર્યો અમલદાર કોડીનો. અમલદાર ઉતરી જાય પછી એની કિંમત જાજી હોતી નથી, કોઈ પૂછતું નથી એવું આપણે માનીએ છીએ, પણ અમલદાર નિવૃત્ત થયા પછી પણ ક્યારેક એક્સટેન્શન ઉપર પણ જાય છે ને લોકો એને પૂછે છે, પણ ખરાબ સ્થિતિ તો રાજનેતાઓની થાય છે. સત્તા એકવાર હાથમાંથી જાય ત્યાર પછી એ નેતાને કોઈ પૂછતું નથી, ત્યાં સુધી કે એ નેતાનો પડછાયો પણ એની સાથે નથી રહેતો અને આ કડવું સત્ય છે. કદાચ એ જ કારણ છે, કોઈપણ ઉંમર થાય, કોઈપણ સંજોગો થાય, નેતાઓ ખુરશી છોડવા તૈયાર નથી હોતા, ત્યાં સુધી કે પોતાના સંતાનને પણ પોતાના સ્થાને ટિકિટ અપાવા નથી માંગતા અને પોતે ચૂંટણીમાં ઊભારે છે, કારણ કે એ જાણે છે. અને આ સ્થિતિ નવા જનરેશનની અંદર, નવી પેઢીના કાર્યકર્તાઓ અને રાજનેતાઓમાં સવિશેષ જોવા મળે છે. પક્ષ કોઈપણ હોય, હકીકત એ છે, સ્થિતિ અને સંજોગો પ્રમાણે કાર્ય કરતા અને નેતાઓનું વલણ બદલાતું રહે છે. હકીકત એ છે, સૂર્યનો ક્યારેય અસ્ત થતો નથી. સૂર્યનો ઉદય થયા પછી સૂર્યાસ્ત થાય છે, પણ ફરી એકવાર સૂર્યોદય થતો હોય છે અને સૂર્ય પોતે સ્વયં પ્રકાશિત હોય છે, ભલે આપણા વિસ્તારમાં એના કિરણો આપણને ન નજરે પડતા હોય, પણ તેનો પ્રકાશ બ્રહ્માંડ ઉપર હરહંમેશ રહે છે અને એવું જ એ પીડિત નેતાઓનું હોય છે અને એટલે જ નવી જનરેશનના કાર્યકર્તાઓને, નેતાઓને પીડિત નેતાઓનું આદર કેવી રીતે કરવો, સન્માન કેવી રીતે જાળવવું એ શીખવાડવું જરૂરી છે, કારણ કે એ જ પેઢીના નેતાઓ કાલે પીડિત નેતા થશે. અને તેમને જોઈને તેમના જેવું વર્તન એમના પછીની પેઢી એમની સાથે કરશે અને આ સ્થિતિ અનેક નેતાઓ સાથે થઈ છે, થતી રહે છે. આનંદીબેન પટેલ ગવર્નર છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા. એક એવું વ્યક્તિત્વ જેને આખું ગુજરાત આદરથી જોતું હોય છે. પણ આનંદીબેને પોતાની શૈલીની અંદર એક નાની, આનંદીબેને ત્રણ જે શબ્દો કહ્યા ને, એ કોઈપણ ગુજરાતીના દિલને વાગે એવા છે અને સમજવું જરૂરી છે. એને શબ્દ કહ્યો કે, "ભલે વો નહીં બુલાતે હમકો." એનો મતલબ એ થયો કે બેન એમ કહેવા માંગે છે કે, ભલે તમે મને ન બોલાવતા, પણ તમારું હિત મારા હૈએ છે. જો કે બેન, હકીકત એ છે, તમારા પક્ષના કાર્યકર્તાઓનું હું નથી જાણતો, પણ આખું ગુજરાત. હરહંમેશ તમને યાદ કરે છે, તમારી કાર્યપદ્ધતિને યાદ કરે છે, હકીકત છે અને હું એટલે જ કહું છું, સત્તા અને પાવર પરિવર્તન થાય, પણ વ્યક્તિએ વ્યક્તિ હોય છે, સંબંધે સંબંધ હોય છે. સંબંધને ક્યારેય ભૂલવો ન જોઈએ, રાજનીતિની અંદર પણ ભૂલે છે લોકો અને કાળચક્ર ફરે છે, ત્યારે ફરીથી એ ભૂલ જેમને ભૂલ્યા હોય છે ને, એ લોકો રિયલાઈઝ કરે છે કે અમે અમારા જૂના લોકોને ભૂલ્યા હતા અને અત્યારે એમને નવા લોકો. છે, એટલે જ હું આ ચર્ચા કરી રહ્યો છું, એકદમ પવિત્ર ભાવે, કોઈપણ વ્યક્તિ લક્ષી કે કોઈપણ પક્ષ લક્ષી આવું ચર્ચા નથી કરવા માંગતો, આલની જે સ્થિતિ છે, સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની આ સ્થિતિ છે, રાજનીતિની સ્થિતિ છે, તમામ પક્ષોની આ સ્થિતિ છે
ઉચ્ચ સંવૈધાનિક બિરાજમાન વ્યકિતઓ અને પીઢ નેતાઓને ભૂલનારા કાર્યકર્તાઓને આનંદીબેન પટેલે વ્યાંગાત્મક શબ્દોમાં ટકોર કરી. બદલાતા સંજોગોમાં જૂના નેતાઓ સાથે આત્મીયતા ઘટાડી દૂર થવું યોગ્ય ન હોવાનો અને રાજનીતિમાં બધુ બેલેન્સ કરીને ચાલવું જરૂરી હોવાનું આનંદીબેને અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતનાને હળવા મૂડમાં રોકડું પરખાવ્યું. આનંદીબેને આ નિવેદન અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના એક કાર્યક્રમમાં આપ્યું હતું. તેમનું કહેવું હતું કે, હું દરેક કાર્યકર્તાઓને યાદ રાખું છું. પણ આજે અહીં બેઠા છે તે ક્યારેય યાદ કરીને કાર્યક્રમમાં બોલાવતા નથી.





















