Hun To Bolish : હું તો બોલીશ : કોણ પાડી રહ્યું છે ખાતરમાં ખેલ?
કેન્દ્ર સરકાર ભલે ગુજરાત માટે ખાતરનો જરૂરિયાત જથ્થો પહોંચડાતી હોય પણ ખાતર ખરીદી માટે ખરીદકેન્દ્રો પર ખેડૂતો ધક્કા ખાતા હોય અને લાઈન લગાવતા હોય તેવા રોજ અનેક ઠેકાણેથી સમાચાર આવે છે....એટલું જ નહીં યુરિયાને નીમકોટેડ કર્યા બાદ પણ સરકારી સબસિડીવાળું ખાતર કાળાબજારમાં વેચાયું હોય તેવું અનેક વાર સામે પણ આવ્યું છે....એ હકીકત છે કે, ખેડૂતોના હિસ્સાનું ખાતર મોટી સબસિડી હોવાના કારણે બારોબાર ઉદ્યોગોમાં પહોંચી જાય છે...અને જે પકડાય છે તે પણ પાશેરમાં પુણી સમાન હોય છે....અને એટલે જ આપની ચેનલ એબીપી અસ્મિતા સતત આ સમાચાર અને આ મુદ્દાને પ્રાધાન્ય પણ આપે છે...આપ તમામ લોકો જાણો છો હું તો બોલીશમાં અનેકવાર આ મુદ્દાને સામેલ પણ કરાયો છે એટલું જ નહીં...31 જુલાઈએ હું તો બોલીશ કાર્યક્રમમાં ખાતરની અછત અને સ્ટોકનું સત્ય શું શીષર્ક હેઠળ આ જ મુદ્દે ચર્ચા કરી સરકાર સુધી તેની જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો...જો કે, હવે રાજ્ય સરકાર આ મુદ્દે વધુ સતર્ક બની છે....ખેડૂતોને ખાતરની તકલીફ પડે અને ક્યાંય પણ ગડબડી હોય તો તેની જાણકારી જણાવવા કૃષિ વિભાગે તમામ જિલ્લાના તાલુકાઓમાં કંટ્રોલરૂમ શરૂ કર્યા છે....જ્યારે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર પણ કરાયો છે....સાથે ખાતરના વિતરણ અને સ્ટોક સહિતની તમામ વ્યવસ્થા પર નજર રાખવા ગેસ કેડરના ત્રણ એટલે કે ત્રણ જીએસ અધિકારીની નિયુક્તિ પણ કરી છે...આ તમામની વચ્ચે ખાતરમાં ચાલતી સૌથી મોટી ગરબડીનો પર્દાફાશ થયો...સરકારે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર વિજય ખરાડીને તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતાં... જેની તપાસમાં જામનગરના ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી ન હોવા છતાં યુરિયાનું વેચાણ કર્યું.... તો ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ યુરિયા ખાતરના વેચાણનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું... બંનેએ વગર લાયસન્સે યુરિયાનું માર્ચ અને એપ્રિલમાં વેચાણ કરતા શંકા ઉભી થઈ હતી.... રાજ્યના 10 જેટલા જિલ્લામાં માર્ચ અને એપ્રિલ 2025માં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાણ કર્યાનું સામે આવ્યું... વર્ષ 2024ની સરખામણીએ 40થી 65 ટકા વધુ જથ્થો વેચાયો હોવાનું તપાસમાં સામે આવ્યું.... હાલ તો ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર વિજય ખરાડીએ ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, નવસારી, છોટાઉદેપુર, બોટાદ, મહિસાગર અને અરવલ્લીના 37 ખાતર ડિલરોને ખાતરના વેચાણની માહિતી આપવા નોટિસ ફટકારી છે.....




















