Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ડામરની દલાલી?
ધોરાજીના જુનાગઢ રોડ પર 6 કિલોમીટરના બનેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો. આઠ કરોડના ખર્ચે બનેલા રોડનું ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ 30 મેએ ખાતમુહૂર્ત કર્યુ. ધોરાજીથી જૂનાગઢ રોડના તોરણીયા પાટીયા સુધીના રોડની કામગીરીની શરૂઆત તો થઈ.. પણ 24 કલાકમાં જ રોડ પરથી ડામર અદ્રશ્ય થઈ ગયો. રોડ પર ફક્ત કાંકરા જ જોવા મળ્યા. જરા જુઓ.. સ્થાનિકો અને કૉંગ્રેસના આગેવાનોએ રોડ પર પહોંચીને રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો. સાથેજ યોગ્ય તપાસ કરીને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કડક કાર્યવાહીની પણ માંગ કરી. વાયરલ વીડિયો બાદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા પણ ઘટનાસ્થળ પર પહોંચીને રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું. અને તાત્કાલિક કામ રોકીને નવા કામનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવશે તેવી બાંહેધરી આપી. આ રોડનું રિસરફેસિંગનું કામ વી.એમ સોજિત્રા એન્ડ કંપની નામની એજન્સી કરી રહી છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે આ રોડનું કામ મંજૂર કર્યું હતું.





















