Hun To Bolish : હું તો બોલીશ : મફતના ભાવે ડુંગળી?
ડુંગળીના ખેડૂત મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર થયા છે. મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને એક કિલો સફેદ ડુંગળીએ ફક્ત 1 રૂપિયાથી 8 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે. જ્યારે લાલ ડુંગળીનો ભાવ 3 રૂપિયાથી 13 રૂપિયા સુધી પ્રતિ કિલોએ મળી રહ્યો છે. એક તરફ વરસાદનો માર અને બીજી બાજુ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યુ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોને એક કિલો સફેદ ડુંગળીએ ફક્ત દોઢ રૂપિયાથી 10 રૂપિયા ભાવ મળી રહ્યો છે. બીજી તરફ પોષણક્ષમ ભાવ ન મળતા અને હવામાન વિભાગની આગાહીને લઈને રાજકોટ માર્કેટ યાર્ડ અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક અચોક્કસ મુદ્દત માટે બંધ કરાઈ છે.
ડુંગળીના ભાવ તળીયે જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.. ભાવનગર જિલ્લાના ઉગલવાણ ગામના ખેડૂતે 25 વિઘામાં વાવેતર કરેલ સફેદ ડુંગળીના પાક પર કટર ફેરવી દીધુ.. રાત દિવસ સતત ચાર મહિના સુધી મહેનત કર્યા બાદ પોષણક્ષમ ભાવ ન મળતા આખરે ખેડૂતે તૈયાર પાક પર જ કટર ફેરવી દીધું.





















