Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?
આ વખતે ચોમાસામાં અનરાધાર વરસાદ પડ્યો. ક્યાંક જરૂર નહોતી ત્યાં પણ પડ્યો અને મગફળી ખેતરોમાં તૈયાર થઈ હતી એ વખતે પણ પડ્યો. આપણે જોયું કે મગફળીના ખેતરોમાં પાણી ભરાયેલું હતું. આપણે જોઈ મગફળીને તણાથી પણ. આ તમામની વચ્ચે હકીકત એ છે કે આ વર્ષે મગફળીનો મબલક પાક થયો છે. મબલક પાકનું કારણ પાકની ક્વોન્ટિટી વધી નથી, પણ ખેડૂતે મગફળીનું વધુ વાવેતર કર્યું હતું. વધુ જમીન પર મગફળી વવાઈ હતી. અને એ જ કદાચ કારણ છે કે બજારની અંદર મગફળી આવતી થઈ પરંતુ મારા ખેડૂતને પોષણક્ષમ ભાવ આજે પણ નથી મળતો.
જો કે રાહતની વાત એ છે કે સરકાર ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું 11 તારીખથી શરૂ કરવા જઈ રહી છે. અને ટેકાનો ભાવ 1300 રૂપિયા કરતાં વધુ છે. બજાર ભાવ કરતાં ટેકાનો ભાવ વધુ છે. કુલ જે ઉત્પાદન છે તેના 25% ઉત્પાદન સરકાર ખરીદવાનું છે. પણ 75% નું શું? એટલે ખેડૂત બે પાદળ ક્યારે થશે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે.
દિવાળી બાદ ખાદ્ય તેલના ભાવમાં 10થી 85 રૂપિયાનો વધારો થયો. સીંગતેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો વધારો થતા. સીંગતેલ 2 હજાર 630થી વધીને 2 હજાર 655 રૂપિયા સુધી પહોંચ્યું છે. કપાસિયા તેલમાં ડબ્બે 50, પામોલિન તેલમાં 85 રૂપિયા વધ્યા. 15 કિલો કપાસીયા તેલ 2 હજાર 180થી વધીને 2 હજાર 230 રૂપિયા ડબ્બે પહોચ્યું. પામોલિન તેલના ડબ્બાના ભાવ 2 હજાર 50થી વધીને 2 હજાર 155 રૂપિયા સુધી પહોંચ્યા...





















