Hun To Bolish : હું તો બોલીશ : મગફળીની ચોરી કે કૌભાંડ ?
રાજકોટના જેતપુરનું જેતલસર. જ્યાં સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરશનના ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળીની થઈ ચોરી. પાંચ ડિસેમ્બર 2024 થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન ગિરિરાજ વેરહાઉસમાં રાખેલી મગફળીની 57 હજાર 600 ગુણીમાંથી 1212 ગુણીની થઈ ચોરી. 31 લાખ 64 હજાર 956 રૂપિયાની મગફળીની ગુણીની ચોરી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને 4 આરોપીની કરી ધરપકડ. 31 લાખથી વધુની મગફળી ચોરીની આ ઘટનામાં કોની કોની સંડોવણી છે તે જાણવા પોલીસે તપાસ કરી છે તેજ. આ વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાકટ છે અમદાવાદની શ્રીરામ એન્ટપ્રાઈઝ નામની એજન્સી પાસે. ચોરીનો મુખ્ય સુત્રધાર છે ગોડાઉનનો પુર્વ સિક્યોરીટી ગાર્ડ જૈમીન બારૈયા અને સહજ તારપરા. તેની સાથે ગોડાઉનના સિક્યોરીટી ગાર્ડ મીહીર વેકરીયા,બાજુના ગોડાઉનના સિક્યોરીટી ગાર્ડ બિપિન મકવાણાને પણ પોલીસે કર્યો છે રાઉંડ અપ





















