Hun To Bolish : હું તો બોલીશ : મજબૂરીનો મરાઠીવાદ ?
મહારાષ્ટ્રમાં હિન્દી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શનિવારે મુંબઈના વરલી ઓડિટોરિયમમાં 'મરાઠી એકતા' પર એક રેલી યોજી. વિજય રેલીમાં 20 વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર દેખાયા. બંનેએ 48 મિનિટ સુધી હિન્દી-મરાઠી ભાષા વિવાદ, મુંબઈ-મહારાષ્ટ્ર, ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું...જેમાં ગુજરાતના પાટીદારોને પણ ટાર્ગેટ કર્યા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ લોકોએ ગુજરાતમાં પટેલોને અલગ કર્યા. મરાઠી ભાષા માટે અમે બધા એક છીએ. ન્યાય નહીં મળે તો અમે ગુંડાગર્દી કરીશું. આવો સાંભળી લઈએ ઉદ્ધવ ઠાકરેનું આખું નિવેદન .
જો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મરાઠી ભાષા પર ગર્વ વ્યક્ત કર્યો પણ સાથે કહ્યું ગુંડાર્ગદી નહીં ચાલે.. આવો સાંભળી લઈએ..
ગઈકાલે પુણેની સ્પોર્ટ્સ ઈવેન્ટમાં એકનાથ શિંદે શું નારો લગાવ્યો હતો તે સાંભળી લઈએ...





















