Hun To Bolish : હું તો બોલીશ : ગરબા પર વરસાદનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા પર વરસાદનું ગ્રહણ
ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ જિલ્લામાં ફાટ્યું આભ...ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા....વરસાદે એવી તે રમઝટ બોલાવી કે, આસોમાં શ્રાવણ જેવો માહોલ સર્જાયો....શહેરના સેવાશ્રમ માર્ગ, પાંચબત્તી ચોક, કસક સર્કલ સહિતના વિસ્તારોમાં તો ઘુંટણસમા પાણી ભરાયા....કલેક્ટર કચેરી, શક્તિનાથ, સ્ટેશન રોડ, લીંક રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો....રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો...ભારે વરસાદથી ભરૂચ શહેરના તમામ ગરબા ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાય ગયા.. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ખેલૈયાઓ અને આયોજકોની પણ ચિંતા પણ વધી....હાંસોટ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. ભારે પવન સાથે વરસાદ વરસતા હાંસોટના રસ્તાઓ જળબંબાકાર થયા.. તો ગરબા પંડાલોમાં પણ વરસાદી પાણી ફરી વળતા ભરૂચમાં મોટાભાગના ગરબા રદ થયા છે....
બીજી તરફ, હવે આ દ્રશ્યો જુઓ.. અંકલેશ્વર શહેરમાં કેમિકલ માફિયાઓ વરસાદનો લાભ ઉઠાવી જાહેરમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કર્યો...ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા જીપીસીબીના અધિકારીઓએ સેમ્પલ લઈને તપાસ હાથ ધરી..
===============
નવસારી વરસાદ
નવસારી શહેરમાં ગઈકાલે રાત્રે મીની વાવાઝોડું ફૂંકાયું....જેણે ચારેય તરફ વ્યાપક તબાહી મચાવી....એક હજારથી વધુ ઘરોના પતરા ઉડ્યા...તો 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત...જિલ્લાના 15 જેટલા રસ્તા બંધ થયા તો 10થી વધુ ગામોમાં છવાયો અંધારપટ...વાવાઝોડાની સૌથી વધુ અસર ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકાના 20થી વધુ ગામોમાં જોવા મળી....ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીંધઈ ગામમાં મોટું નુકસાન થયું....વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા તો કેટલાક ઘરોના પતરા પણ ઉડી ગયા.....વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું, તો પતરા ઉડતા કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા.. ભારે વરસાદ અને નુકસાનને લઈને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને સ્થાનિક પ્રશાસનને જરૂરી સૂચના આપી.. ધોધમાર વરસાદને લઈને નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકાના બે બે માર્ગો બંધ થયા છે.. જ્યારે વાંસદા તાલુકાના સાત અને ખેરગામ તાલુકાનો એક માર્ગ પણ બંધ થયો....મીની વાવાઝોડાથી ચીખલી તાલુકાના તલાવચોરામાં સૌથી વધુ નુકસાન થયું.. રાજા ફળીયા, હળપતીવાસ સહિતના અલગ અલગ વિસ્તારોમાં અનેક ઘરોના પતરા ઉડ્યા.. ઘર પર લગાવવામાં આવેલ સોલાર પેનલ પણ ક્ષતિગ્રસ્ત થઈ.. પતરૂ ઉડીને માથામાં લાગતા ઈજાગ્રસ્ત એક મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.. મકાનોના છાપરા ઉડતા ઘણા લોકો ઘર વિહોણા થયા....તો હળપતીવાસના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા....ચીખલી કુમાર શાળા વિદ્યાલયના સંકુલની ઈમારતને પણ મોટુ નુકસાન થયું છે.. શાળાના મકાનની છત ઉડી જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની શક્યતા છે.. તો શાળાના વર્ગખંડોમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.. તો સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી જતા દીવાલ ધરાશાયી થઈ.. દીવાલ ધરાશાયી થતા ગોડાઉનમાં મુકેલ ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુનો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો..ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી છે.. ગરબા ગ્રાઉન્ડોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. માતાજીની સ્થાપના માટે તૈયાર કરાયેલા મંડપ ધરાશાયી થતા તો ગરબા ગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલા અલગ અલગ બેનરો પણ જમીનદોસ્ત થયા.. વાંસદા તાલુકામાં પણ વરસાદે વેર્યો વિનાશ.. સિંઘઈમાં વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું છે.. સિંધઈ ગામના હલીમોરા, દુતાળા, આંબા ફળિયા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઘણા મકાનના પતરા ઉડ્યા છે.. તો કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા.... ચીખલી તાલુકામાં શેરડી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે....આંબાના બગીચામાં મોટા પ્રમાણમાં કલમોનો નાશ થતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો....કેટલાક વિસ્તારોમાં પણ આંબાના વૃક્ષો પણ જમીનદોસ્ત થયા...
================
વલસાડ વરસાદ
વલસાડ જિલ્લામાં પણ મીની વાવાઝોડાએ જનજીવન પ્રભાવિત કર્યું....આવતીકાલે પણ વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે ત્યારે કલેક્ટરે આવતીકાલે જિલ્લાની તમામ સ્કૂલો અને આંગણવાડી બંધ રાખવાનો આદેશ કર્યો છે....મીની વાવાઝોડાને લઈને વલસાડના નવરાત્રિના પંડાલો તહેશ નહેશ થયા....રાઈઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગરબા મહોત્સવમાં વરસાદ અને પવનને લીધે તારાજીનો દ્રશ્યો સર્જાયા.....વલસાડમાં અનાવિલ પરિવાર આયોજીત ગરબામાં તૈયાર કરવામાં આવેલ જર્મન ડોમને પણ ભારે નુકસાન થયું.. ગરબા ગ્રાઉન્ડમાંથી પાણીને ઉલેચવાની કામગીરી કરવામાં આવી રહી છે.. તો તિથલ રોડ પર આવેલી સોસાયટીના ગરબા પંડાલમાં વરસાદ અને પવનને લીધે ભારે નુકસાન થયું.. ગરબાના મંડપને ભારે નુકસાન થતા આયોજકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો....તીથલ રોડ પર આવેલ સરદાર હાઈટ્સમાં ભારે વરસાદ અને પવનને લીધે ગરબા મહોત્સવ માટે તૈયાર કરાયેલા મંડપોને ભારે નુકસાન થયું.. ભારે પવન ફુંકાતા મંડપ અને લોખંડની ફ્રેમો ઉડીને પડતા અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા.. તો ગરબા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલી ખુરશીઓ પણ દૂર દૂર સુધી હવામાં ભંગોળાઈ હતી..ધરમપુર રોડ પર આવેલ રંગતાળી આયોજીત ગરબા ગ્રાઉન્ડમાં પણ ભારે નુકસાન.. ડોમ અને ખાણીપીણીના સ્ટોલને ભારે નુકસાન થયું.. વરસાદી પાણી ડોમમાં વરસાદી પાણી ભરાતા આયોજકો દોડતા થયા.. વલસાડના ગોકુલ ગ્રુપ આયોજીત ગરબામાં પણ ભારે નુકસાન થયું.. મીની વાવાઝોડાને પગલે ડોમ ફંગોળાઈને જમીનદોસ્ત થયો.. ખેલૈયાઓ પણ જીવ બચાવવા માટે નજીકના મંદિર તરફ દોડી ગયા હતા.. ભારે પવન ફુંકાતા વીજ વાયરોને પણ કાપી નાંખવામાં આવ્યા હતા.. ગરબા ગ્રાઉન્ડમાં રાખેલ એલઈડીને પણ નુકસાન થયું....ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા આયોજકો હાલ તો ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરીમાં લાગી ગયા છે.....વલસાડના વશિયલ વિસ્તારમાં આવેલ ડિ માર્ટ સ્ટોરનો એલિવેશનનો ભાગ તુટી પડતા ભારે નુકસાન થયું.. તો મોટા સર્વણ ગામના દાદીયા નાઈ કી વાળમાં મસમોટુ વૃક્ષ ધરાશાયી થતા આસપાસના ઘરોમાં ભારે નુકસાન થયું....આ તરફ શેઠ આર.જે.સ્કૂલ પાસે અનેક વૃક્ષો ધરાશાયી થયા.. વૃક્ષો ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાયો.. તો કલ્પગીરી એપાર્ટમેન્ટ પાસે વૃક્ષ ધરાશાયી થતા આખેઆખો શેડ જમીનમાંથી ઉચકાઈને બીજી તરફનો રસ્તા પર પડ્યો..મોટી સરોણ ગામમાં 100 વર્ષ જુનુ વૃક્ષ ધરાશાયી થતા પાસેના બે ઘરો ક્ષતિગ્રસ્ત થયા....ઘરના પતરા અને દીવાલ ધરાશાયી થઈ....ઘરમાં રહેતા પરિવારનો પણ ચમત્કારી બચાવ થયો.. શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કોલેજ કેમ્પસમાં 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયા.... વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠાને પણ અસર પહોંચી.. મોડી રાત્રે વરસેલા વરસાદે તિઘરા ગામને ઘમરોળ્યું.. નવા ફળીયા, પાટીદાર મોહલ્લામાં વરસાદે તારાજી સર્જી.. અનેક ઘરોના પતરા અને સોલાર પેનલો ઉડ્યા.. તો વીજળી પડતા કેટલાક ઘરોના બારીના કાચ પણ તુટ્યા.. કેટલાક સ્થળોએ તો વૃક્ષો પણ ધરાશાયી થયા.. આ તરફ સેગવી ગામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા વીજપોલ જમીનદોસ્ત થયો.. સેગવી ગામમાં પણ 30થી 40 ઘરોના પતરા ઉડ્યા.. શેડ તૂટી પડતા અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા.. મેઘતાંડવથી દરિયાકાંઠે લાંગરેલી બોટોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું.. સાતથી આઠ જેટલી બોટને મોટા પ્રમાણમાં નુકસાન થયું.. બોટને નુકસાન થતા માછીમારોની આજીવીકાને પણ અસર પહોંચી....ભારે વરસાદથી વલસાડ જિલ્લાનો મુખ્ય પાક ગણાતા ડાંગરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું.....પવનને લીધે ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થયો.. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા....આંબા વાડીઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું..
==============
દાહોદ વરસાદ
દાહોદ શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ.. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. પવન સાથે વરસેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું.. દેસાઈવાડા વિસ્તારમાં આવેલ ગરબા ગ્રાઉન્ડમા વરસાદી પાણી ભરાયા.. ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા વ્યાપી.. ગરબા ગ્રાઉન્ડોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે.. ઠક્કરબાપા ચોક નજીક રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. તો વરસાદની સાથે ગટરના પાણી રસ્તા પર ફરી વળતા શાક માર્કેટ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકોને મુશ્કેલીમાં મુકાયા..દાહોદ શહેરની સાથે છાપરી, જાલત, પુસરી, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. તો મોટા પાડલા ગામે વીજળી પડતા બે બાળકો સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.. જ્યારે મયુરભાઈ નામના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.. દાહોદ જિલ્લાના સંજેલી, ધાનપુર, ગરબાડા, ફતેપુરા, લીમડી, મીરાખેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા..
==============
સુરત વરસાદ
સુરત શહેર અને જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ.....સુરત શહેરમાં વરસાદને લીધે નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા....અઠવા, પાર્લે પોઈન્ટ, પાલ, અડાજણ, પીપલોદ, ઉમરા, ઉધના, લિંબાયત અને વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો....વાયર જંક્શન વિસ્તારમાં આવેલ નવરાત્રિ પંડાલમાં વરસાદી પાણી ભરાયા....પાર્કિંગ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું.. તો ડુમસ રોડ પર આવેલ કેસરિયા નવરાત્રિના પંડાલનું પરિસર પણ પાણી પાણી થયું.. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોમાં પણ દોડધામ મચી....રેતી કપચી નાંખીને ગ્રાઉન્ડને ગરબા રમવા લાયક બનાવવાના આયોજકો પ્રયાસ કરી રહ્યા છે....ડુમસ સાયલન્ટ ઝોન પર આવેલ વાયપીડી નવરાત્રિ ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયું....પાર્કિંગ એરિયામાં પાણી ભરાતા કપચી નાંખવામાં આવી...લીંબાયતના ઝણકાર નવરાત્રિ પંડાલની પણ આવી જ સ્થિતિ જોવા મળી.. વરસાદ વરસતા નવરાત્રિ પંડાલ પાણી પાણી થયા.. નવરાત્રિ પંડાલ પલળતા આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા....ધોધમાર વરસાદને લીધે વનિતા વિશ્રામ મેળો પણ શરૂ થયા પહેલા જ ધોવાયો.. પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવેલ રામ મંદિર પર લગાવવામાં આવેલ ગુલાબી કલર વરસાદી પાણીમાં ધોવાઈ ગયો.. મેળાના અલગ અલગ સ્થળો પર પણ વરસાદી પાણી ભરાતા આયોજકોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો..
સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો....કામરેજ, ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસ્યો.....ભારે પવન ફૂંકાતા મહુવા તાલુકામાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા....સિંધાઈ અને વહેવલ ગામમાં કાચા મકાનોના પતરા અને નળિયા ઉડ્યા....તો કેટલાક ઘરો પણ ક્ષતિગ્રસ્ત થયા...તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા....કીમ ગામના ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા આયોજકો ચિંતામાં મૂકાયા....ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી સુરતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો...જિલ્લાના તમામ માછીમારો, પશુપાલકો અને ખેડૂતોને કલેક્ટરે ભારે પવન સાથે વરસાદની આગાહી હોવાના કારણે એલર્ટ રહેવા અપીલ કરી છે..સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓને પણ સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવામાં આવી છે....
===============
ભાવનગર વરસાદ
ભાવનગર શહેર અને જિલ્લામાં વરસ્યો વરસાદ.. વરસાદ વરસતા ભાવનગર માર્કેટ યાર્ડમાં રાખેલ શાકભાજી સહિત જણસ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું.. તો તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ સવારથી વરસાદી માહોલ છવાયો....તળાજા તાલુકાના અલંગ, ત્રાપજ, કઠવા, મણાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. મહુવા તાલુકના કળમોદર, બગદાણા, વાવડી, કોટીયા, રાણગોર, કરમદીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. તો પાલીતાણા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. વિરપુર, લુવારવાવ, જામવાળી, સોનરી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની સાથે મગફળી, કપાસ પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા.. વરસાદને લીધે ભાવનગર શહેરના ગરબા ગ્રાઉન્ડોમાં પણ વરસાદી પાણી ભરાયા..
===============
વડોદરા વરસાદ
વડોદરા શહેરમા પણ ધોધમાર વરસાદ વરસ્યો....નેશનલ હાઈવે 48, ધાવટ ચોકડી, જુના બજાર, નવા બજાર, કંડારી, કુરાલી, વેરામ, બામણગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો....ધોધમાર વરસાદને કારણે અનેક ગરબા આયોજકોએ આજે ગરબા રદ કર્યા છે.. વડોદરામાં યુનાઈટેડ વે, લક્ષ્મી વિલાસ પેલેસ અને VNFના ગરબા આજે રદ કરવામાં આવ્યા છે....કરજણ શહેરના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા...પૂર્વ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ આયોજીત અંબે ચેરીટેબલ ટ્રસ્ટના આખા ગરબા ગ્રાઉન્ડમાં તાડપતરી ઢાકવવામાં આવી.. તો પ્રવેશ દ્વારથી સમગ્ર ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું...શિનોર, મિઢોળ, સાધલી, અવાખલ, ટીમ્બરવા, ઉતરાજ, સેગવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદ વરસતા ડભોઈ પંથકના ગરબા ગ્રાઉન્ડો પણ વરસાદી પાણીથી તરબોળ થયા.. ભારે વરસાદને લીધે ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના આજના ગરબા મોકૂફ કરાયા છે..
================
અમદાવાદ વરસાદ
અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો....શહેરના નારોલ, નરોડા, વૈષ્ણોદેવી સર્કલ, શેલા, બોપલ, એસજી હાઈવે , શીલજ, વટવા, વિંઝોલ, એસપી રિંગ રોડ, હાથીજણ, દાણીલીમડા, રાયખડ, સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો..વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબુર બન્યા..
અમદાવાદમાં ક્યા ગરબા રદ?
રેડ વેલ્વેટ(શેલા)
દાંડીયા ડ્રીમલેન્ડ(મણીનગર)
દીવી મંડળી (વૈષ્ણોદેવી)
શેરી ગરબા મહોત્સવ, બોપલ
ઉદગમના ગરબા, સ્વર્ણ પાર્ટી લોન
મધરાત્રિ ધ મંડલી ગરબા, થલતેજ-હેબતપુર રોડ
નવરંગી નવરાત્રિ, કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ, મૂલસાણા
ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ, નિકોલ
પ્રોબઝ ગરબા એન્ડ મંડલી, LJ યુનિ. નજીક, SG હાઈવે





















