Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશે
જો તમારા બાળકો ઓનલાઈન ગેમ અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા હોય તો ચેતજો. કારણ કે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અમરેલી જિલ્લામાંથી. બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં 5થી 7 ધોરણના બાળકોએ રમ્યો જોખમી ટાસ્ક. ટાસ્ક એવો હતો કે, જો તું તારા હાથ પર બ્લેડથી ઈજા પહોંચાડે. તો હું તને 10 રુપિયા આપીશ. અને ના પહોંચાડે તો તારે મને 5 રુપિયા આપવાના. ટાસ્ક આપનાર વિદ્યાર્થી વીડિયો ગેમનો આદી હતો. અને એ જ ખૌફનાક વીડિયો ગેમથી તેને આવા ટાસ્કની દુષ્પ્રેરણા મળી હતી. અને આ ટાસ્કમાં શાળાના અંદાજે 40 જેટલા બાળકોએ પોતાની જાતે જ પોતાના હાથ પર પેન્સિલ શાર્પનરની બ્લેડથી ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં આ મુદ્દાને શાળાના સંચાલકોએ પણ બહાર ન આવવા દીધો. બાળકોને શાળામાંથી કહેવામાં આવ્યું કે આ મુદ્દે ઘરે માતા-પિતાને કંઈ કહેવું નહીં. જેથી વાલીઓ પૂછે તો બાળકો કહી દેતા કે, રમતા રમતા વાગી ગયું છે. જો કે, એક બાળકે વાલીને સાચો જવાબ આપી દેતા આખો મુદ્દો સામે આવ્યો. વાલીઓ શાળાએ પહોંચ્યા. તો શાળાના સત્તાધીશોએ હાથ ખંખેરી લીધા. આચાર્યના મતે આ ઘટના વોશરુમ અને ગ્રાઉન્ડમાં બની.. નહી કે ક્લાસમાં..પણ અંતે ઘટનાના પડઘા પડ્યા ગાંધીનગર સુધી. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટનાને ગંભીર ગણાવી.. ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી કરવાની આપી ખાતરી..આવો સાંભળી લઈએ આચાર્યનું શિક્ષણ રાજ્યમંત્રીએ આપેલા નિવેદનને.





















