Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. જે આજે રીતસરનો અખાડો બની ગઈ. યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલના વિરોધમાં આજે ખુબ હંગામો થયો. અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. દારૂની મહેફિલના વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIના કાર્યકરો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. જ્યારે તેઓ 'શિક્ષણ કે ધામ મેં, આલ્કોહોલ મેદાન મેં'ના નારા સાથે યુનિવર્સિટીમાં પ્રવેશી રહ્યા હતા આ સમયે પોલીસે ગેટ બંધ કરી દેતા ઘર્ષણ થયું. મામલો ઉગ્ર બનતા ગાળાગાળી થઈ. NSUIના એક કાર્યકરે તો પોલીસકર્મીને થપ્પડ મારી દીધી. કિરીટ પટેલે પણ પોલીસ સામે ગેરવર્તણુક કરી.
આ બાદ ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો કુલપતિની ચેમ્બરમાં ઘૂસી ધક્કામૂકી કરીને ધરણા પર બેઠા. પહેલા પોલીસ. પછી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને ડેપ્યુટી રજીસ્ટ્રાર સામે NSUIના કાર્યકરોએ ગુંડાગર્દી કરી. મારામારી કરીને ખુલ્લેઆમ ધમકી આપતા રહ્યા .