Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
સુરેન્દ્રનગરમાં ગાંજાની ખેતી કરતા ઝડપાયા હતા. કસવાળી ગામે સંજય ભોપાભાઈ તાવીયાના ખેતરમાંથી 3 હજાર 36 કિલોના 550 છોડ ગાંજાના મળી આવ્યા. જ્યારે અન્ય એક ખેડૂત ભાવુ રવજીભાઈ મીઠાપરાના ખેતરમાંથી 471 કિલોના 120 છોડ ગાંજાના મળી આવ્યા. માત્ર 7 વીઘા જમીનમાં આ મોતના સામાનનું વાવેતર કરવામાં આવ્યું જેની કિંમત 17 કરોડ 53 લાખ રૂપિયા થાય છે. સતત 36 કલાક રેડ કરી સુરેન્દ્રનગર SOGની ટીમે 17.53 કરોડથી વધુની કિંમતનો ત્રણ હજાર 36 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાયલા તાલુકાના કસવાળી ગામે દરોડા પાડીને SOGની ટીમે સંજય તાવીયાના ખેતરમાં એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદે કરેલા લીલા ગાંજાના વાવેતરને ઝડપી પાડ્યું. ખેતરમાંથી SOGની ટીમે 550 નંગ લીલા ગાંજાના છોડ અને મોટા જથ્થામાં સુકો ગાંજો જપ્ત કર્યો છે. તમામ ગાંજાનું કૂલ વજન ત્રણ હજાર 36 કિલો જેટલુ થાય છે. જેની અંદાજિત બજાર કિંમત 15 કરોડ 18 લાખ 40 હજાર આંકવામાં આવી છે. ઝડપાયેલા ગાંજાના જથ્થાને ત્રણ ટ્રેક્ટર મારફતે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આરોપી સંજય તાવીયાની અટકાયત કરીને ધળાજા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.





















