Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
ખેડાના ઠાસરા તાલુકાનું ઉધમત ગામ....જ્યાં દીપડાએ રીતસરનો આતંક મચાવ્યો છે....ગઈકાલે દેખાયેલ દીપડો હજુ સુધી પાંજરે ન પૂરાતા ગ્રામજનોના જીવ તાળવે ચોટ્યા છે.. મંગળવારે સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી.. વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.. પરંતુ લોકોના ટોળાને જોઈને દીપડો વિફર્યો.... વનવિભાગના કર્મચારીઓની હાજરીમાં જ દીપડાએ ચાર જેટલા ગ્રામજનો પર હુમલો કર્યો.... જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઠાસરાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.... દીપડાના હુમલાથી બચવા માટે ગ્રામજનો દોડધામ કરતા જોવા મળ્યા.... વનવિભાગની ટીમે પણ તાત્કાલિક દીપડાને પકડવા અલગ અલગ સ્થળો પર બે પાંજરા ગોઠવ્યા છે.. મોડી રાતથી જ વનવિભાગના કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના લોકો દીપડાને પકડવા પ્રયાસો કરી રહ્યા છે.. જો કે ઘટનાને કલાકો વિત્યા છતા હજુ સુધી દીપડાની કોઈ ભાળ ન મળતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ છે.. ગ્રામજનો ખેતર કે સીમમાં એકલા જવાનું ટાળી રહ્યા છે..
-------------------------
વલસાડ જિલ્લાના આમળી ગામ નજીક બાઈક ચાલક પર દીપડાએ કર્યો હુમલો.. નવેરા ગામનો યુવક રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો.. ત્યારે દીપડાએ હુમલો કરતા યુવક બાઈક પરથી નીચે પટકાયો....દીપડાએ હુમલો કરતા બાઈક ચાલકે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.. લોકોને જોઈ દીપડો જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો....
જેતપુરમાં દીપડાએ પાલતુ પશુઓનું મારણ કર્યું....જુના રૂપાવટી રોડ પર ખાડાવાળા વિસ્તારમાં રમેશભાઈ ખાચરીયાના ખેતરમાં દીપડાએ ત્રણ વાછરડીનું મારણ કર્યુ....ખેડૂતે જાણ કરતા વન વિભાગની ટીમ પણ તપાસ માટે સ્થળ પર પહોંચી....દીપડાના ફુટ પ્રિન્ટના આધારે વનવિભાગની ટીમે દીપડાનું લોકેશન મેળવવા તપાસ શરૂ કરી છે....
તાપી જિલ્લાના નાલોઠામાં દીપડો પાંજરે પુરાયો....ડેરી ફળીયા વિસ્તારમાં દીપડો દેખાતા વનવિભાગની ટીમે ખેતરમાં પાંજરૂ ગોઠવ્યું....અને સવારે વનવિભાગના પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોને રાહત થઈ....
ગઈકાલે અમરેલીમાં ધારીના ત્રંબકપુરમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો...પાંચ દિવસ પહેલા આ દીપડાએ એક વર્ષની બાળકીને ફાડી ખાધી હતી.. આ ઘટના બાદ ગામના લોકો ભયમાં જીવી રહ્યા હતા....છેવટે આ દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોને હાશકારો થયો....
===============
સિંહણના હુમલા
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના પીછવી ગામે સિંહણે બે વર્ષની બાળકીને ફાડી ખાધી.. 26 નવેમ્બરે માલધારી પરિવારની બાળકી ખેતરમાં પશુ ચરાવતી હતી ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો.. સિંહણ બાળકીના મૃતદેહને વાડીથી એક કિલોમીટર દૂર સુધી ઢસડી ગઈ....
26 નવેમ્બરે અમરેલીના ગીદરડીમાં મુકેશભાઈ સોલંકી નામના ખેડૂત પર સિંહણે હુમલો કર્યો....ખેડૂત ખેતરમાં પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા...તે દરમિયાન સિંહણે જમણા પડખા પર નહોર માર્યા...ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે ખસેડવામાં આવ્યા...બાદમાં વન વિભાગે સિંહણને પકડવા અલગ અલગ જગ્યાએ પાંજરા મૂક્યા અને બીજા દિવસે સિંહણ પાંજરે પૂરાઈ...પકડાયેલ સિંહણને આંબરડી એનિમલ કેર સેન્ટર પર ખસેડવામાં આવી..
અમરેલીના બગસરાનું હામાપુર ગામ.. જ્યાં 26 નવેમ્બરે સિંહ પરિવારે પાંચ વર્ષીય બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું.....વન વિભાગે બાળકને ફાડી ખાનાર સિંહ પરિવારને પાંજરે પૂરવા કવાયત શરૂ કરી....અને ચાર સિંહ અને એક સિંહણને પાંજરે પૂર્યા....માનવભક્ષી સિંહ પરિવાર પકડાઈ જતાં ગામના લોકોએ હાશકારો અનુભવ્યો....
-------------------------
અમરેલી જિલ્લાના હામાપુરમાં વન્ય પ્રાણીનો આતંક....25 નવેમ્બરે રમેશભાઈ સોજીત્રાના ખેતરમાં કામ કરતા ખેત મજૂર પરિવારના પાંચ વર્ષના બાળક પર વન્ય પ્રાણીએ કર્યો હુમલો.. અને કનક નામના બાળકનું મૃત્યુ થયું....વનવિભાગના અધિકારીઓ મુજબ સિંહે હુમલો કર્યો હોવાની માહિતી હતી....




















