Hun To Bolish: હું બોલીશ :90% પનીર નકલી?
Hun To Bolish: હું બોલીશ :90% પનીર નકલી?
ગુજરાતમાં આવતું પનીર 92 ટકા ડુપ્લીકેટ હોવાનો મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેન કિશોર શેઠનો દાવો.. 2 સપ્ટેમ્બરે ડાકોરમાં યોજાયેલી ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની પ્રથમ કારોબારી બેઠકમાં ચેરમેન કિશોર શેઠે લોકોને પનીર ન ખાવાની અપીલ કરી.. સાથે જ કહ્યું કે વેપારીઓને અપીલ કરતા કહ્યું કે મીઠાઈ અને ફરસાણનો ધંધો 35થી 40 ટકા નફાનો હોય છે.. આટલો નફો મળવા છતા પણ લોકો લાલચ રાખીને ભેળસેળ કરતા હોય છે.. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ઘીમાં ભેળસેળ થાય છે.. ગાંધીનગર આસપાસ હજારો કિલો ઘી અને પનીર નકલી વેચાય છે..
----------------------
શંકાસ્પદ પનીર પકડાયું
સુરત
11 સપ્ટેમ્બરે સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ચાલતા નકલી પનીરના કૌભાંડનો પર્દાફાશ થયો....પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન-1ની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડીને 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો....આ કૌભાંડનો મુખ્ય આરોપી પંકજ ભૂતને પણ પોલીસે ઝડપી પાડ્યો....આરોપી રાજકોટથી રોજ 100 કિલો નકલી પનીર લાવી સુરતમાં જુદી-જુદી ડેરીઓમાં વેચતો હતો...આ માટે તેણે એક ભાડે મકાન લઈ એમાં સ્ટોરેજ હાઉસ પણ બનાવ્યું હતું....પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આરોપી પંકજ ભૂત છેલ્લા ચાર મહિનાથી આ નકલી પનીરનો વેપાર કરી રહ્યો હતો....પનીરને તે 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સુરતની જુદી જુદી ડેરીઓને વેચતો હતો....અને સુરતના હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો....
----------------------
મહેસાણા
મહેસાણાના વિજાપુરમાંથી 8 ઓગસ્ટે ઝડપાઈ હતી નકલી પનીરની ફેક્ટરી....હિંમતનગર હાઈવે પર ડીવાઈન ફુડ નામની કંપનીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 649 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો.. પામોલિન તેલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટીક એસિડમાંથી નકલી પનીર બનાવવામાં આવતુ હોવાનો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ખુલાસો થયો....ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 લાખ 29 હજારની કિંમતના નકલી પનીર અને 32 હજારથી વધુની કિંમતનું પામોલિન તેલ જપ્ત કર્યું હતું....
=================
શંકાસ્પદ ઘી ઝડપાયું
જામનગર-ગાંધીધામ
રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી કરી..ગાંધીધામ અને જામનગરમાં દરોડો પાડી 1.4 કરોડનો બનાવટી ઘીનો જથ્થો ઝડપી પડાયો...ગાંધીધામની ભારત ફૂડ્સ કો-ઓપરેટિવ લિમિટેડમાંથી 67 ટન રિફાઇન્ડ પામતેલ સીઝ સીલ કરવામાં આવ્યું....જામનગરની કૃષ્ણા ટ્રેડિંગમાંથી ઘીમાં વનસ્પતિ તેલ અને સોયાબીનની ભેળસેળ કરવામાં આવતી હતી.. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીના ઉત્પાદકોને ત્યાં રેડ કરવામાં આવી હતી, જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલને મુખ્ય ઘટક તરીકે વાપરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું...ગાંધીધામની ભારત ફૂડ કો-ઓપરેટિવ લિમિટેડમાંથી 4 નમૂના અને જામનગરની ક્રિષ્ના ટ્રેડિંગ કોઓપરેટિવમાંથી 4 નમુના મળી કુલ 8 સેમ્પલ લેબમાં ચકાસણી માટે મોકલી અપાયા છે...
--------------------------
બનાસકાંઠા
6 સપ્ટેમ્બરે બનાસકાંઠામાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો....ચંડીસરમાં આવેલી મેસર્સ શ્રી સેલ્સમાંથી આશરે 35 લાખ રૂપિયાનો 5.5 ટન જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો...ગત ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં અલગ અલગ 10 જગ્યાએ રેડ કરવામાં આવી અને 28 નમુના લેવામાં આવ્યા...આ નમુના પૈકી અંદાજિત 45 ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થ કે જેની કિંમત 1.8 કરોડ રૂપિયા થતી હતી તેને જપ્ત કરવામાં આવી....
=================
પનીર ગ્રાફિક્સ
કેવી રીતે ચકાસવું નકલી પનીર ?
પનીરને ગરમ પાણીમાં ઉકાળો, સોયાબીન પાઉડર ઉમેરતા જ નકલી પનીરનો બદલાશે રંગ
-------------------
ડિટરજન્ટ અથવા યુરિયા વડે બનાવેલ પનીરનો રંગ ઉકળતી વખતે લાલ થઈ જશે
--------------------
નકલી પનીરને તોડતા રબરની જેમ ખેંચાય છે
-------------------
પનીરને ગરમમાં પાણીમાં ઉકાળી આયોડિનના ટીપા નાખતા રંગ વાદળી થાય તો સમજવું નકલી પનીર
=================
પનીર ખાવાના ફાયદા
પાચન તંત્રને તંદુરસ્ત રાખે
એનિમિયા દૂર કરે
રોગપ્રતિકારક શક્તિ વધારે
સ્ટ્રેસ લેવલ ઘટાડે
હાડકા અને દાંતને મજબૂત કરે
હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
=================
બજારમાં વેચાતા પનીરનો ભાવ
બ્રાન્ડેડ ડેરીનું પનીર અનબ્રાન્ડેડ છૂટક પનીર
410 રૂ.પ્રતિ કિલો 220 રૂ. પ્રતિ કિલો
=================
GUEST LIST
કિરીટભાઈ પટેલ, પનીર અને ડેરી કન્સલ્ટન્ટ
સનતભાઈ રેલીયા, ઉપપ્રમુખ, સાઉથન ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન
પ્રવિણભાઈ બ્રામ્ભી, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, દૂધસાગર ડેરી




















