Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
મહેસાણાના વિજાપુરમાં ઝડપાયેલ નકલી પનીરની ફેક્ટરી મુદ્દે મોટી કાર્યવાહીની શક્યતા.. ડિવાઈન ફુડ ફેક્ટરીમાંથી ઝડપાયેલ પનીરના સેમ્પલ મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના પરીક્ષણમાં ફેલ થયા છે.. ડિવાઈન ફુડ ફેક્ટરીમાં બનતુ પનીર ભેળસેળ યુક્ત હોવાનું અને પનીરમાં વેજ ફેટ હોવાનો ખુલાસો થયો છે.. પનીરમાં આરએમ વેલ્યુ ઓછામાં ઓછી 24 હોવી જોઈએ.. જેના બદલામાં ઝડપાયેલ પનીરમાં આરએમ વેલ્યુ 106 હોવાનો પરિક્ષણમાં ખુલાસો થયો છે.. પનીરના સેમ્પલ ફેલ થતા મહેસાણા ફુડ વિભાગ હવે અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવશે.. ફેક્ટરી સંચાલકને અંદાજીત 10 લાખથી વધુનો દંડ પણ થાય તેવી ફુડ વિભાગ કાર્યવાહી કરશે.. સાથે જ ફુડ વિભાગે ડિવાઈન ફુડ ફેક્ટરીનું કાયમી ધોરણે લાઈસન્સ પણ રદ કર્યું છે.. જ્યારે નકલી પનીરની ફેક્ટરી અંગે એબીપી અસ્મિતાની ટીમ કવરેજ કરવા પહોંચી હતી.. ત્યારે ફેક્ટરીના માલિકે મીડિયાકર્મી પર હુમલો કરીને દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો.. સ્થાનિક પત્રકારો પર થયેલા હુમલા અંગે પોલીસે પણ કાર્યવાહી કરી છે..





















