Hun To Bolish: હું તો બોલીશ : આસ્થા અને શક્તિના દર્શન
Hun To Bolish: હું તો બોલીશ : આસ્થા અને શક્તિના દર્શન
શક્તિની ભક્તિના દર્શન! જી હા, આજે આનંદ ચૌદશ છે અને ન માત્ર મુંબઈ કે મહારાષ્ટ્રની અંદર, પણ આપણા ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવ દરમિયાન 10 દિવસ સતત ગણપતિ બાપાની પૂજા-અર્ચના કર્યા બાદ આજે તેમની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, ગુજરાતભરમાં ધામધૂમથી તમામ લોકો બાપાની પ્રતિમાઓનું વિસર્જન કરી રહ્યા છે. નિર્વિઘ્ને આ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. એટલું જ નહીં, તમામ ઠેકાણે બાપાને લોકો કહી રહ્યા છે કે, "બાપા, અત્યારે તો આપ વિદાય થઈ રહ્યા છો, પણ અમારા જીવનમાં ક્યારેય વિઘ્ન ન આવે, આપણા પ્રદેશ, આપણા દેશમાં માનવજાતમાં કોઈ વિઘ્ન ન આવે." તે માટે પ્રાર્થના કરી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે, "આગલા વર્ષે જલ્દી આવજો." તો બીજી તરફ, આવતી કાલે ભાદરવી પૂનમ છે અને અંબાજીની અંદર દેશભરમાંથી અને ખાસ કરીને આપણા પ્રદેશમાંથી પદયાત્રા કરીને લાખો શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે. આજે સાંજે જે આંકડો મળ્યો છે, એ પ્રકારે લગભગ 30 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. આવતી કાલે ચંદ્રગ્રહણ પણ છે અને એ પહેલાં મંદિરની અંદર શક્તિની દેવીની પૂજા-અર્ચના કરવા સાથે જ ધજા ચડાવવા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ત્યાં પણ એ જ ભક્તિ, એ જ શક્તિના દર્શન થઈ રહ્યા છે અને આ જ તો છે આપણી સનાતન સંસ્કૃતિની વિશેષતા અને મહત્તા.





















