Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
ભાજપ હોય કે કોંગ્રેસ… સત્તામાં હોય કે વિપક્ષમાં… પણ ભ્રષ્ટાચારના મામલે બંને એકસરખા....આવું એટલા માટે કહેવું પડે છે કે, મનરેગા કૌભાંડથી લઈને નલ સે જલ કૌભાંડ સુધી ભાજપ કોંગ્રેસના નેતાઓ તો ક્યાંક તેના પુત્રોની સંડોવણી સામે આવી છે....મહીસાગર જિલ્લામાં થયેલું 123 કરોડ રૂપિયાનું નલ સે જલ કૌભાંડ....આ કેસમાં ગઈકાલે મોડી રાત્રે CID ક્રાઈમે 2 આરોપીની ધરપકડ કરી....આ બંને આરોપીમાંથી એક આરોપી ચિરાગ પટેલ લુણાવાડા તાલુકા યુવા ભાજપનો પ્રમુખ છે....જ્યારે અન્ય એક કે.ડી વણકર નામનો આરોપી પણ ઝડપાયો....સમગ્ર કૌભાંડ મામલે વાસ્મો કચેરીના અધિકારી સહિત બાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે...જેમાં અગાઉ વાસ્મો કચેરીના 2 કર્મચારીની ધરપકડ કરાઈ હતી... તપાસમાં ભાજપ હોદ્દેદારની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી....એટલું જ નહીં આ કેસમાં તો મહીસાગર જિલ્લાના 200થી વધુ તલાટી અને 500થી વધુ સરપંચોની મુશ્કેલી પણ વધી શકે છે...કારણ કે, CID ક્રાઈમે એકત્રિત કરેલા દસ્તાવેજી પૂરાવામાં 620 ગામો પૈકીના 467 ગામોના ખોટા ઇન્વોઇસ ઊભા કરી યુનિટ કચેરીએ પાણી સમિતિ અને પાણી સમિતિએ એજન્સીને નાણાં ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે....
-------------------
ભરૂચ મનરેગા કૌભાંડ (કોંગ્રેસ નેતા હીરા જોટવા+ તેનો પુત્ર દિગ્વિજય જોટવા)
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7 કરોડ 30 લાખના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ થઈ છે...પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મનરેગાનું કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ બંને હીરા જોટવાની જ એજન્સી છે...બંને એજન્સીઓએ મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવી લીધા હોવાનો આરોપ છે....ઉપરાંત જે જગ્યાએ કામ ન થયું હોય એવી જગ્યાના ખોટા બિલો પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે...ખોટા બિલો બનાવવાનું કામ હાંસોટના TDO કચેરીના આઉટસોર્સિંગના કર્મચારી રાજેશ ટેલર કરતા હોવાનો અને પૈસાની લેવડ દેવડ હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય કરતો હોવાનો આરોપ છે....
--------------------
દાહોદ મનરેગા કૌભાંડ (મંત્રી બચુ ખાબડના બંને પુત્રો)
દાહોદ જિલ્લામાં થયેલા મનરેગાના કૌભાંડમાં કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ થઈ હતી...મનરેગાની અંદર કોઈ પણ પ્રકારનું કામ કર્યા સિવાય ખોટા બિલો મૂકી 35 એજન્સીઓએ 71 કરોડનું કૌભાંડ આચર્યું હતું.... 35 એજન્સીઓ હતી તે પૈકી બળવંત ખાબડની એજન્સી રાજ કન્સ્ટ્રશન અને કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ એજન્સી પણ સામેલ છે...હાલ તો મંત્રીના બંને પુત્રો જામીન પર છૂટી ગયા છે...પરંતુ આ કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડ કેબિનેટમાં સતત ગેરહાજર રહે છે....15 કેબિનેટમાં મંત્રી બચુ ખાબડ હાજર ન રહ્યા....સરકારી કાર્યક્રમોમાં પણ મંત્રી બચુ ખાબડ દેખાતા નથી...





















