Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેનું લોકલ જેવું કામ
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેનું લોકલ જેવું કામ
રાજકોટથી જેતપુર જવાનો રોડ....નેશનલ હાઈવે ઓથોરિટીનો આ રોડ....અંતર માત્રને માત્ર 67 કિલોમીટર....તેનું 6 કિલોમીટરનું વાઈન્ડિંગનું કામ....2 વર્ષથી કામ શરૂ થયું તમને જાણીને આશ્ચર્ય થશે હજુ માત્ર 42 ટકા જ કામ પૂર્ણ થયું છે....તેનો મતલબ 58 ટકા કામ બાકી છે.... આમ તો હાઈવેની કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈન સપ્ટેમ્બર 2025 છે...પણ 42 ટકામાં બે વર્ષ તો 58 ટકામાં હજુ કેટલા વર્ષ જશે તે આપ સમજી શકો છો....અને આ સામાન્ય હાઈવે નથી...આ એ હાઈવે છે જે સમગ્ર ગુજરાત કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડે છે....આ એ હાઈવે છે...તમે જો દેશ કે પ્રદેશના કોઈ પણ ખૂણાથી સાસણ જવું હોય તો અહીંથી જવું પડે...દ્વારકા જવું હોય તો અહીંથી જવું પડે...સોમનાથ જવું હોય તો અહીંથી જવું પડે...જુનાગઢ જવુ હોય ભવનાથ દર્શન કરવા તો અહીંથી જવું પડે.....પણ આટલા મહત્વના રોડ ઉપર વાઈન્ડિંગના કામના નામે ઠેર ઠેર રોડ ખોદી નખાયો...લોકો હેરાન થઈ રહ્યા છે....1204 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને આપ્યો છે....પ્રશાસનનો દાવો છે કે, 2026 પહેલા કામગીરી પૂર્ણ કરી નાખીશું પણ કોઈ લક્ષણ કે કોઈ અણસાર દેખાતા નથી પૂર્ણ થવાના....કારણ કે, અહીં કુલ મળીને 30 બ્રિજ બનવાના હતા....એમાંથી માત્ર ચાર જ બ્રિજ બનીને તૈયાર છે....જબરદસ્ત ટ્રાફિક થાય...લોકો હેરાન થાય...રાજકોટ, જેતપુર પોરબંદર જતા લોકો તો હેરાન થાય જ....પણ સૌથી વધુ આજુ બાજુ ત્યાં ફેક્ટરીવાળા હેરાન થાય....આટલું ઓછું હોય તો કુવાવડનો બ્રિજ...પાંચ વર્ષથી કુવાવડના બ્રિજની વાર્તા ચાલે છે...પણ નીતિન ગડકરીનો આ વિભાગ...મુદત પર મુદતની વાર્તાઓ કરે છે....અને ગૌરવ પાછું એ વાતનું લેવાનું કે દેશના આ ખૂણાથી આ ખૂણાને ગણતરીના મહિનામાં જોડયા...સાહેબ ગણતરીના મહિનામાં નહી પણ ગણતરીના વર્ષોમાં માત્ર આટલું અંતર પૂરું થાય તેવી વ્યવસ્થા તો કરો....આ મુદ્દે જબરદસ્ત રજૂઆત થઈ....અને દુખ ત્યાં થાય કે થોડું ક્રોસ કરોને અહીંથી દુનિયાભરનો ટ્રાફિક ચાર ચાર બે બે કલાકનો....એના પછી પાછા બે ટોલનાકા આવી જાય...ભરૂડી અને પીઠડીયા ટોલનાકુ....પાછું ત્યાં જઈને રૂપિયા ભરવાના....હાડકા તોડવાના...ગાડી બગાડવાની...પેટ્રોલ બાળવાનું અને પાછું આગળ જઈને રૂપિયા ભરવાના...બસ આ તંત્રને જગાડવા આ કાર્યક્રમ કરવો જરૂરી હતો...એટલે જ મે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાને અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને જોડ્યા છે....મે નક્કી કર્યું હતું કે ખાલી બોલવું જ ના ચાલે અધિકારીઓને પૂછવું પડે કે કેમ ભાઈ આવું....એટલે જ મે અધિકારી સાથે વાત કરી છે તેમણે શું વાર્તા કરી સાંભળી લઈએ....





















