Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?
Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?
જામકંડોરણામાં યોજાયેલા સમુહલગ્નમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ સંબોધનમાં એક નિવેદન આપ્યું છે જેનો વિવાદ થયો છે....તેમનું કહેવું હતું કે, કેટલાક લોકો રાજનીતિમાં નથી પરંતુ રાજનીતિ જોરદાર કરે છે....મને પાડી દેવા માટે ચોકઠા ગોઠવે છે....તેમણે સમાજની અંદર રાજનીતિ કરતાં વિરોધીઓને પડકાર ફેંક્યો કે, રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ...આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારુ કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખે છે....પહેલા સાંભળી લઈએ તેમનું આખું નિવેદન....
ધારાસભ્ય જયેશ રાદડીયાના નિવેદન બાદ પાટીદાર અગ્રણી પુરુસોત્તમ પીપળીયાએ સોશલ મીડિયા પર પોસ્ટ કરીને વળતો પ્રહાર કર્યો.. નામ લીધા વગર પુરુસોત્તમ પીપળીયાએ પોસ્ટ મારફતે આરોપ લગાવ્યો કે તમારી રાજકીય તાકાત હોય તો સમાજે શું ફાટી પડવાનું..સ્ટેજ મળે ત્યારે શૂરાઓ થઈ જતા લોકો અમરેલી દીકરી માટે એકવાર હાકલો પડકારો કરવો જોઈતો હતો.. જ્યારે પક્ષ સામે સમાજ માટે બોલવાનું હોય ત્યારે પાટીદાર નેતા ક્યા હતા..એટલુ જ નહીં....તેમણે લખ્યું કે, જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જાય છે...
રાદડિયાના આ નિવેદન બાદ સૌરાષ્ટ્રના પાટીદારોમાં સોશલ મીડિયા વોર શરૂ થઈ છે....પાટીદાર અગ્રણી ધીરુભાઈ ગજેરાએ પોસ્ટ કરી કે, હમણા હમણા બનેલી રાજકીય-સામાજીક ઘટના જોઈને વ્યથિત મન સાથે કહેવું પડે કે, આપણે લડવાનું છે સમાજની સમસ્યાઓ માટે....સમાજની સમસ્યા બનવા માટે નહીં....





















