Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
ખળખળ વહેતી ભાદર નદી...અને નદીના ઉપર ફીણના થર...રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયા કેટલા બેફામ છે આ દ્રશ્યો તેનો પુરાવો છે... કેરાળી ગામ પાસે કેમિકલ માફિયાઓના પાપે ભાદર નદી પ્રદૂષિત થઈ ગઈ છે.....જેતપુરમાં GPCBની ઓફિસ હોવા છતાં અધિકારીઓ ઓફિસમાં બેસી માત્ર તમાશો જોતા હોવાનો આરોપ છે...ગેરકાયદેસર એકમો વિરુદ્ધ GPCBની કોઈ કાર્યવાહી થતી ના હોવાથી પ્રદુષણ માફિયા બેફામ બન્યા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે...ભાદર નદીનું પાણી ભાદર 2 ડેમમાં જાય છે જેનું પાણી ખેડૂતો પીયત માટે ઉપયોગ કરે છે....ત્યારે અધિકારીઓની કામગીરી સામે ખેડૂતોમાં રોષ છે... વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.. આ જ પ્રકારના વીડિયો એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ પરથી પણ મેળવી શકો છો.






















