Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ખોલશો તાળા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ખોલશો તાળા ?
સૌરાષ્ટ્ર-કચ્છના હજારો હૃદયરોગી દર્દીઓ આજે જાણે રામભરોસે જીવતા થઈ ગયા છે.....કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલી અત્યાધુનિક કેથલેબને તાળા લાગી ગયા છે.....અંદાજીત 10 કરોડમાં ઊભી કરાયેલી સુવિધાઓ, મોંઘી મશીનરી અને આધુનિક સાધનો હોવા છતાં નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટની કાયમી નિમણૂંક ન હોવાથી સૌથી મોટો લાઈફ સેવિંગ વિભાગ જ બંધ પડી ગયો છે.....દરરોજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવતા 100 જેટલા દર્દીઓમાંથી 10% લોકોને તાત્કાલિક હૃદય તપાસ અથવા સારવારની જરૂર પડે છે..... પણ અહીં સુવિધા ન હોવાથી તેમને અમદાવાદ કે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવા પડે છે.....RMO અને હોસ્પિટલના સત્તાધીશોએ તો યુ.એન. મહેતા ઈન્સ્ટી્યૂટને સંચાલન સોંપાયું છે એટલે ટૂંક સમયમાં લેબ શરૂ થશે તેવો જવાબ આપી દીધો....પણ હાલની વાસ્તિવિકતા છે કે, દર્દીઓ સારવાર વિના, વિલંબમાં અને જોખમ વચ્ચે ઝૂલતા રહે છે.....કેથલેબ કાર્યરત હોત તો લોકોને તાત્કાલિક સારવાર મળી જતી અને જીવ બચાવી શકાતા હતા....પરંતુ હવે એવું બને છે કે, રાજકોટ સિવિલમાંથી અમદાવાદ લઈ જતા સમયે વચ્ચે જ દર્દીઓનું મૃત્યુ થઈ જાય છે....આથી જરૂરી છે કે, આરોગ્ય વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે અને કેથલેબ શરૂ કરે....જેથી સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને સમયસર સારવાર મળી રહે.....
પાટણ લેબોરેટરી બંધ
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથલી ગામે આવેલી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અદ્યતન સુવિધાવાળી ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી....વહીવટી અને અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આજે લેબોરેટરી ખંડેર હાલતમાં છે....વર્ષો પહેલા કરોડો રૂપિયા ખર્ચીને લેબોરેટરીનો બનાવી દીધી..પણ હજુ સધી લોબોરેટલી ખુલ્લી ના મૂકતા કોરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો...અને લેબોરેટરી ખંડેર થઈ ગઈ....એબીપી અસ્મિતાની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા ગઈ તો સિક્યોરીટી ગાર્ડે અંદર પ્રવેશ ના આપ્યો...એટલું જ નહીં કોઈપણ કર્મચારી ત્યાં હાજર જોવા ના મળ્યો..બિલ્ડિંગના પાછળના ભાગે લગાવવામાં આવેલા તમામ કાચની ફ્રેમ તૂટેલી હાલતમાં જોવા મળી....એક તરફ રાજ્યમાં ભેળસેળિયા બેફામ બન્યા છે, બીજી તરફ ભેળસેળની તપાસ માટેની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી જ કાર્યરત નથી...
----------------------
નારણ પટેલ લેટર
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નારણ પટેલે ભ્રષ્ટાચારના કારણે મિલાવટખોરો બેફામ બન્યાનો આરોપ લગાવ્યો.... ફૂડ એંડ ડ્રગ્સ વિભાગના અધિકારી પર નારણ પટેલે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટ અધિકારીના પાપે જ કોઈ કાર્યવાહી થતી નથી... જેના કારણે મિલાવટખોરો બેફામ બન્યા છે.... ભેળસેળિયા તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં ફૂડ એંડ ડ્રગ્સ વિભાગ સંદતર નિષ્ફળ ગયું છે.... ભેળસેળિયા વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને પણ નારણ પટેલે પત્ર લખ્યો... જેમાં ઉલ્લેખ કરાયો કે ભેળસેળિયાઓ પકડાઈ છે પણ કાયદામાં કડક જોગવાઈનો અભાવ અને આકરી કલમો હેઠળ કાર્યવાહી ન થતી હોવાથી પકડાયાના તુરંત બાદ છૂટી જાય છે....ઊંઝામાં જીરૂ, વરિયાળીમાં ભયંકર કેમિકલનો ઉપયોગ થાય છે અને લોકો પર કેન્સર સહિતની બીમારીનો ખતરો તોળાઈ રહ્યો છે.....





















