Hun To Bolish : હું તો બોલીશ : મહંત બનવું છે તો કરો અરજી!
Hun To Bolish : હું તો બોલીશ : મહંત બનવું છે તો કરો અરજી!
તપોભૂમિ અને પવિત્રભૂમિ એવા ગિરનાર પર આવેલા મંદિરોના મહંત બનવા માટે સરકારે નિમણૂંકની જાહેરાત બહાર પાડી છે....જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું....ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને ભીડ ભંજન મહાદેવ મંદિરની જગ્યાના મંહતની નિમણૂંક માટે જુનાગઢ કલેક્ટરે સત્તાવાર રીતે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી છે....જેમાં નિમણુંક મેળવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ 24 સપ્ટેમ્બર સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવા કહેવામાં આવ્યું છે....એટલું જ નહીં, તેમાં 13 શરતો પણ મુકવામાં આવી છે....જેમાં કોઈ ફોજદારી ગુનો ના હોવો જોઈએ અને છઠ્ઠી શરત તો અદભૂત છે કે, ઉમેદવારના ત્રણ વર્ષના આઈટી રીટર્ન પણ હોવા જોઈએ....બોલો જે સાધુ સંતને મહંત બનવું હોય તેમની આવકના પુરાવા રૂપે ઈન્કમ ટેક્સ રીર્ટન હોવા જોઈએ....
હવે આ કલેકટરશ્રીએ જાહેરાત કેમ આપવી પડી તે સમજી લઈએ..
19 નવેમ્બર, 2024માં જુનાગઢ ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિર અને ભીડ ભંજન મહાદેવના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા....તનસુખગિરિબાપુના પરિજનોની માંગણી હતી કે, તેમનામાંથી કોઈની પસંદગી કરાઈ.. એટલામાં જ ભવનાથ મંદિરના તત્કાલીન મહંત હરિગિરીએ પોતાના શિષ્ય પ્રેમગિરિની ધુળ લોટની વિધિ સંપન્ન કરી અંબાજી અને ભીડ ભંજન મહાદેવના મહંત જાહેર કર્યા....જો કે, ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિએ આ નિર્ણયનો વિરોધ કર્યો....મહેશગિરિએ ભવનાથ મંદિરના મહંત હરિગિરિની મહંત તરીકેની નિમણૂંક પર જ સવાલ ઉઠાવી દીધા....
રાજકારણમાં આંટો મારી આવેલા અને સાંસદ રહી ચૂકેલા મહેશગિરિએ એક પત્ર જાહેર કર્યો....હરિગિરિએ ભવનાથ મહંત બનવા માટે 8 કરોડ રુપિયા આપ્યાનો આરોપ લગાવ્યો હતો...અને આ આરોપના આધારરૂપે એક શ્રીદશનામ પંચનામ અખાડાનો એક પત્ર જાહેર કર્યો હતો...જેમાં નેતા અને અધિકારીઓને નાણા આપ્યોનો ઉલ્લેખ હતો....
હાલ તો હરિગિરિ પણ ભવનાથના મહંત રહ્યા નથી...ત્યાં પણ કલેકટરે વહિવટદારનું શાસન લગાવ્યું છે....આમ ગિરનાર પર ભવનાથ, અંબાજી અને ભીડ ભંજન એમ ત્રણે સ્થળો પર વહિવટદારનું શાસન છે....જેમાંથી હવે અંબાજી અને ભીડભંજન મહાદેવના સ્થળો માટે નિમણૂંક પ્રક્રિયા પ્રશાસને શરૂ કરી છે....
============
તો બીજી તરફ નિમણૂંક પ્રક્રિયા મુદ્દે સાધુ સંતોએ સવાલ ઉઠાવ્યા છે....અને ગુરુ-શિષ્યની પરંપરા જાળવી રાખવા દેવા માંગ કરી છે....મેંદરડાના ખાખીમઢીના મહંત સુખરામ દાસ બાપુએ નિવેદન આપ્યું છે કે, આવા ફોર્મ બહાર ન પડવા જોઈએ...આવો સાંભળી લઈએ તેમનું નિવેદન
ગિરનાર ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાએ પણ જુનાગઢ કલેક્ટરને ફોર્મની વિરુદ્ધમાં પત્ર લખી ભૂતકાળમાં આવી ક્યારેય ઘટના ન બની હોવાનો ઉલ્લેખ કર્યો...ગુરુ શિષ્યની પરંપરા જાળવી રાખવા માંગ કરી...આવો સાંભળી લઈએ તેમનું શું કહેવું છે




















